આ સંબંધમાં અમે ગામના વડીલ ભૂરા સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે, અમે ગાય માતા સામે માફી અને માનતા બંને માગીએ છીએ. તે છેલ્લા કેટલાય વર્ષોથી આ રિવાજને નિભાવતા આવી રહ્યા છે. અને દર વખતે તેઓ ઘાયલ થાય છે. આ રિવાજને નિભાવતી સમયે લોકો ભૂખ્યાં રહે છે પણ દારૂનો સાથ તેઓને નથી છૂટતો. નશાની હાલતમાં આ પ્રકારનો ભયાનક રિવાજ નિભાવવા જતાં કેટલીય વાર અકસ્માત પણ થઈ જાય છે. સન 2001 સુધી અહીં કેટલાય તોફાની તત્વો ગાયોના પૂંછડીઓ પર ફટાકડાં બાંધીને સળગાવે છે. જેને કારણે ઉત્તેજિત જાનવરો બેકાબૂ થઈને ભાગતા હતા અને મોટી દુર્ઘટનાઓ થતી હતી. હવે પ્રશાસને આ પ્રકારની હરકતો પર કાબૂ મેળવ્યો છે. ગાય-ગૌરીના રિવાજ દરમિયાન અહીં મોટી સંખ્યામાં પોલીસ દળ ભેગું થાય છે, જે ઉપદ્રવી તત્વોને મસ્તી કરવાથી રોકે છે.
આ પ્રથાના સંબંધમા જ્યારે અમે ગોવર્ધન મંદિરના પૂજારી દિલીપ કુમાર આચાર્ય જોડે વાત કરી તો તેમણે અમને જણાવ્યું કે, ગાય-ગૌરીનો રિવાજ નિભાવવાવાળાઓને કોઈપણ પ્રકારની તકલીફ નથી થતી. આ પ્રથાની પાછળ ગામવાળાને વિશ્વાસ છે કે જે રીતે તેઓ પોતાની માતાના ચરણ સ્પર્શ કરે છે તે જ રીતે વર્ષમાં એક વાર ગાયમાતાના પગે પડે..... પૂજારી અને ગામવાળા કેટલાય દાવા કેમ ન કરે પણ અમે જોયું કે ઉત્સવ દરમિયાન ગાયના પગ નીચે સૂવાવાળા મોટાભાગના લોકો ઘાયલ થયા હતા. કેટલાકના તો માથા પણ ફૂટ્યા હતા..... પણ આટલા ધા થવા છતાં તેમનો ઉત્સાહ ઓછો નહોતો થયો. તમારા મુજબ આ રિવાજ શ્રધ્ધા છે કે અંધશ્રધ્ધા અમને જરૂર જણાવો અમે તમારા મંતવ્યોની આતુરતાથી રાહ જોઇએ છીએ.
|