આસ્થા અને અંધવિશ્વાસની આ કડીમાં એક વાર ફરી અમે તમારી મુલાકાત એક કડવાં સત્ય સાથે કરાવી રહ્યા છે. એક વાર ફરી તમારી સામે એક બાબાનું ઢોંગીપણુ ખોલી રહ્યા છે. આ કડીમાં અમે વાત કરી રહ્યા છીએ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના રતીબાડા પોલીસચોકી વિસ્તારના બાબા બાલેલાલ શર્માની. આ બાબા દાવો કરે છે કે તેમના પર પીરની સવારી આવે છે (શરીરમાં પીર બાબા આવવા) શરીરમાં પીર આવ્યા પછી તે દર્દીઓનું ત્રિશૂળથી ઓપરેશન કરે છે ! એમનો દાવો છે કે, તેઓ ભક્તોના દરેક દુ:ખ-દર્દને ભગાડી શકે છે.
આ સાંભળ્યા પછી અમે રતીવાડા તરફ વળ્યા. અહીં એક નાનકડું મંદિર બનેલું હતુ. મંદિરની બહાર લોકોની ભીડ લાગેલી હતી. વાતચીત સાંભળીને ખબર પડી કે બાબા આવવાને હજુ વાર છે. થોડી જ વારમાં સિલ્વર ઈંડિકામાં બાલેલાલ શર્મા અહીં પધાર્યા. અમારી જોડી વાતચીત કરતી વખતે તેમણે દાવો કર્યો કે તેમના પર તેમને ખાનદાની પીરની આત્મા આવે છે. જ્યારે પહેલીવાર આવું થયું હતું ત્યારે, પરિવારના લોકોએ એકદમ વિશ્વાસ નહોતો કર્યો. કેટલાય ડોક્ટરોને બતાવ્યું, પણ વાત બની નહી. પછી બધાને સમજાયું કે મારા પર પીર સાહેબની છાયા છે. મને ઘરના લોકોએ મીઠાઈ અને લોબાનથી લાદી દીધો. અગ્નિ પરીક્ષા પછી લોકોએ મારી પર વિશ્વાસ કર્યો. બાબાનો વાત કરવાનો અંદાજ જોઈને અમે સમજી ગયા કે તેઓ અમને પ્રભાવિત કરવાની કોશિશ કરી રહ્યા છે. જ્યારે અમે તેમને મીઠાઈની વાત કરી તો તેમણે કહ્યું કે પીર સાહેબને આવવા દો, તેમની ઈચ્છા હશે તો તમને મીઠાઈ મળી જશે.
આટલું કહ્યા પછી બાબા મંદિરમાં ગયા. અંદર જઈને તેમણે ઝભ્ભો-લેંઘો ઉતાર્યો અને જીંસ પહેરી લીધું. આટલું જોયા પછી અમે તરતજ સમજી ગયા કે બાબા કેટલા મોટા સાધક છે. જો પીરની સવારી આવ્યા પછી ખીલ્લીઓની અસર નથી થતી તો પછી કપડાં કેમ બદલી લીધા. કપડાં બદલીને બાબા નવું નાટક કરવા તૈયાર થઈ ગયા.... તેમણે લોબાન સળગાવ્યું.... કંઈક બબડ્યા અને વિચિત્ર રીતે હલવાં લાગ્યા....બાબાના ચેલાઓએ તેમનો જય-જયકાર કરવાની શરૂઆત કરી દીધી. તેમને ઉઠાવીને ખીલ્લીઓ પર બેસાડ્યા. ત્યારબાદ શરૂ થઈ ગઈ બાબા દ્વારા લોકોને પટાવવાની પ્રક્રિયા.
|