મહાકાળની સેવા કરવાવાળા પૂજારીઓનો દાવો છે કે દરેક મોટા પદવાળા વ્યક્તિ, વ્યાપારી કે મંત્રી જે પણ ઉજ્જૈનની સીમામાં થઈને જાય છે તે સૌ પહેલા મહાકાળની સામે જ પોતાનું મસ્તક ટેકવે છે. સવારની ભસ્મ આરતીમાં પોતાનું મસ્તક નમાવ્યા પછી જ તે પોતાના કાર્યનું પૂરૂ કરે છે.
વેબદુનિયા જોડે ચર્ચા કરતી વખતે મહાકાળના સેવક આશીષ પૂજારીએ જણાવ્યુ ઉજ્જૈનની રખેવાળી મહાકાળ જ કરે છે. તે જ ઉજ્જૈનના એકમાત્ર રાજા છે. દરેક વર્ષે શ્રાવણ સોમવારના દિવસે અને મહાશિવરાત્રીના દિવસે મહાકાળ પોતાની પ્રજાંના હાલ-ચાલ પૂછવા માટે નગરભ્રમણને માટે નીકળે છે. તેથી ઉજ્જૈનમાં કોઈ બીજા રાજાને રાત વીતાવવાની અનુમતિ નથી. ભૂતકાળમાં કેટલાય મુખ્યમંત્રી જેમણે મહાકાળની અવંતિકામાં રાત વીતાવી છે તેમણે પોતાનુ પદ ગુમાવવુ પડ્યુ છે. મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમાભારતીનું ઉદાહરણ આપીને બતાવે છે કે સિંહસ્થ સમયે ઉમા ભારતીએ પોતાના ગુરૂના આશ્રમમાં ઉજ્જૈનમાં જ રાત વીતાવી લીધી હતી. આ જ કારણ હતુ કે તેમને પોતાની ખુરશી ગુમાવવી પડી હતી. આવા જ કેટલાય ઉદાહરણો અહીંના કથાકારોની પોટલીમાં બંધ છે.
બીજી બાજુ અનેક વિદ્વાનોનુ કહેવુ છે કે આ પ્રકારની એકાદ ઘટના માત્ર સંયોગ પણ બની શકે છે. મહાકાળના ભક્ત રાજેશ ભાટિયાનુ માનવુ છે કે મહાકાળની ઉપર અપાર શ્રધ્ધા રાખવાવાળા રાજા-મહારાજા પોતે જ મહાકાળના સમ્માનમાં શહેરની બહાર રાત વિતાવતા હતા. તે સિવાય મહાકાળ કદી પોતાના ભક્તોનું ખોટું નથી કરી શકતા. હવે તમે જ બતાવો કે આ શ્રધ્ધા છે કે અંધશ્રધ્ધા ?.. આ માટે તમારા મંતવ્યો અમને જરૂરને જરૂર મોકલો...
|