ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. »
  3. શ્રદ્ધા-અંધશ્રદ્ધા
  4. »
  5. અંધશ્રદ્ધા
Written By આઇનાથમ|

નક્ષત્રો અને ગ્રહો સાથે મનુષ્યનું જીવન

શું ગતિમાન ગ્રહોનો માનવ જીવન પર પ્રભાવ છે ?

W.D
આપણા દેશમાં ભારતીય જ્યોતિષ પર એટલો બધો વિશ્વાસ કરવામાં આવે છે કે લગ્ન અને વેપાર જેવા મહત્વપૂર્ણ નિર્ણયો માટે એકબીજા સાથે વાતચીત કે સલાહ લેવાને બદલે કુંડળીઓના આધારે બધુ નક્કી થાય છે. ગ્રહો દ્વારા સૂર્યની પરિક્રમાંને કારણે આ ગ્રહોનો અમારા જીવન પર પ્રભાવ ખૂબ વધી જાય છે. આસ્થા અને અંધવિશ્વાસની આ કડીમાં અમે તમને નક્ષત્રો અને ગ્રહો સાથે જોડાયેલા એક એવા દિવસ વિશે બતાવવા જઈ રહ્યા છે, જેનો પ્રભાવ આખું વર્ષ મનુષ્યના જીવન પર રહે છે.

16 નવેમ્બરે સૂર્યમંડળના ગુરૂ ગ્રહમાં થનારી ગતિવિધિઓ બહુ મહત્વપૂર્ણ ઘટના છે. આ દિવસે ગુરૂ ગ્રહ, જે છેલ્લા એક વર્ષથી વૃશ્ચિક રાશિમાં નિવાસ કરી રહ્યો હતો, આ રાશિથી નીકળીને ધન રાશિમાં પ્રવેશ કર્યો છે. આ ઘટનાના સમયે એટલેકે સવારે 4.24 વાગ્યાથી લઈને આખા દિવસે હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુ ગુરૂ ભગવાનના સન્નાધિ(મદિરમાં દૈવત્વ માટે જુદુ સ્થાન) પર આવે છે અને ભગવાનની વિશેષ સ્તુતિ કરે છે.

W.D
આમ તો તમિલનાડુમાં ભગવાન ગુરૂની સન્નાધિવાળા ઘણા સ્થાન છે, પણ તંજાવુર જિલ્લાના આલનગુડી નામના સ્થળે એમનું વિશેષ સ્થાન છે. ભગવાન શિવનું આ મંદિર ગુરૂના ક્ષેત્રોમાંથી એક છે. ગુરૂ પયારચીના ઉત્સવ પર આ મંદિર હજારો-લાખો શ્રધ્ધાળુઓથી ગીચોગીચ ભરાઈ જાય છે. આમ તો બીજા મંદિરોમાં પણ ભગવાન ગુરૂની પૂજા-અર્ચનાની વિશેષ વ્યવસ્થા હોય છે.

અમારી રાશિમાં કેટલાય ગ્રહો રહેતા હોય છે, પણ ગુરૂ અને શનિના અવર-જવરને જ કેમ મહત્વ અપાય છે ? આ વિષય પર કે.પી. વિદ્યાધરન (જ્યોતિષ) નું કહેવું છે કે બધા ગ્રહોમાં ગુરૂને શુભ ગ્રહની સંજ્ઞા આપવામાં આવી છે. દરેક વર્ષે ગુરૂ ભગવાન એક રાશિથી બીજી રાશિમાં ઉતરે છે. આ વખતે તે વૃશ્ચિક રાશિથી ધનુષ રાશિમાં ગયા છે. ગુરૂ પયારચીના અવસર પર લાખો શ્રધ્ધાળુઓ અલનગુડી, થેનથિરુથિટ્ટઈ, થિરુચેન્દુર જેવા ગુરૂ ભગવાનના પ્રસિધ્ધ મંદિરોમાં જાય છે. જો તેમનો સારો સમય ચાલતો હોય તો, તે તેને કાયમ રાખવાની પ્રાર્થના કરે છે અને જો તેમનો ખરાબ સમય ચાલતો હોય તો તે તેનાથી જલ્દી છુટકારો મેળવવાની પ્રાર્થના કરે છે.

W.D
વૈદિક કાળથી જ્યોતિષશાસ્ત્ર અમારી પરંપરાનો એક અતૂટ ભાગ બની ચૂક્યો છે. અમારા પૂર્વજોને સૂર્યમંડળ અને આકાશગંગાનું બહુ જ્ઞાન હતુ. આજના વૈજ્ઞાનિક યુગમાં અમે તેમના જ્ઞાનનો આભાર માનીએ છીએ. એટલુંજ નહી, ગ્રહોના નામથી પણ તેમના લક્ષણ નક્કી કરવામાં આવ્યા છે. કદાચ આ જ કારણ છે કે જ્યોતિષ આ ગ્રહોના ચાલચલનને અમારા વાસ્તવિક જીવન સાથે પણ બેસાડે છે.

પણ એવું નથી કે દરેક વ્યક્તિ આ મત સાથે સહમત હોય. વર્તમાનમાં કેટલાય વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણના સમર્થક આ તથ્યને માત્ર એક અંધવિશ્વાસની સંજ્ઞા આપે છે. તેમનું માનવુ છે કે વ્યક્તિના વિચાર અને કર્તવ્ય જ તેમનું ભાગ્ય નક્કી કરે છે. આવા લોકોનું માનવું છે કે જીવનની સાથે ચાલતા રહેવુ જોઈએ, જો ભાગ્યમાં અવરોધ આવે તો, તેનો સામનો કરી આગળ વધવુ જોઈએ.

વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણના સમર્થક કાંઈ પણ કહે, પણ હજારો-લાખો લોકો આ હકીકત પર પોતાના અનુભવને કારણે જ વિશ્વાસ કરી રહ્યા છે. તમે આ વિશે શુ વિચારો છો અમને જરૂર જણાવો.