આ વખતે આસ્થા અને અંધવિશ્વાસની આ કડીમાં અમે તમને એક ભૂત બંગલા વિશેની હકીકત બતાવવા જઈ રહ્યા છે. કેટલાક દિવસો પહેલા અમારા એક મિત્રએ અમને જણાવ્યું કે મહુમાં એક ભૂતબંગલો છે. રાતની વાત છોડો અહીં તો દિવસે પણ લોકો આવતા ગભરાય છે. અહીંના રહેનારાઓનું કહેવું છે કે રાતે આ સુમસામ દેખાતા મકાનમાંથી વિચિત્ર અવાજો આવે છે. તે બધુ સાંભળ્યા પછી અમે વાટ પકડી મહુના આ ભૂત બંગલાની.......
મહુ પહોંચ્યા પછી અમે ભૂતબંગલાની આસપાસ રહેનારા લોકો સાથે વાતચીત કરી. વાતચીતમાં જાણવા મળ્યુ એક રહસ્ય..... જી હા, તૈયાર થઈ જાવ,,,,, અમે તમારી સામે એક રહસ્ય ખોલી રહ્યા છે. રહસ્ય છે મેસોનિક લોજ(ફ્રીમેસન સંપ્રદાયના લોકોની મળવાની જગ્યા). આ તે જ લોજ છે જેની શરૂઆત ઈશા મસીહાના જન્મ પહેલા રોમના સમ્રાટ રહી ચૂકેલા કિંગ સોલોમોનના શાસનકાળમાં થઈ હતી અને દુનિયાભરમાં જેની શાખાઓ ફેલાઈ હતી અને જેમાં મોટા મોટા બુધ્ધિશાળી લોકોનો સમાવેશ થાય છે.
મેસોનિક લોજના રહસ્યની ફોટોગેલેરી જોવા અહીં ક્લિંક કરો...
લોજના સભ્યોની શંકાસ્પદ અને ગુપ્ત ગતિવિધિઓને કારણે આ જગ્યાને બહુ રહસ્યમય માનવામાં આવે છે. કેટલાક લોકોનું માનવું છે કે અહીં તાંત્રિક પૂજા થાય છે તો કેટલાક લોકો સમજે છે અહીં પરલૌકિક રહસ્યો પર શોધ કરવામાં આવે છે. બીજી બાજુ કેટલાકનું માનવુ છે કે મેસોનિકના સમયમાં શૈતાનની આરાધના કરવામાં આવતી હતી. પણ આ અફવાઓની પાછળ હકીકત શું છે? આ કોઈ નથી જાણતુ તો ચાલો હવે તમારી સાથે અમે આ ઊંડા રહસ્ય પરથી પર્દો ઉઠાવવાની કોશિશ કરીએ. આ રહસ્યને ખોલવાના અમારા પ્રયત્નોની શરૂઆત થઈ એક શાળાન પ્રિંસીપાલ જે.ડી હોલીવરથી. જે.ડી હોલીવર છેલ્લા 22 વર્ષોથી મેસોનિક લોજ સાથે જોડાયેલા છે. તેમણે અમને વાયદો કર્યો કે અમે અમારા બીજા મિત્રો સાથે વાત કરીશું પછી જ કશુ બતાવીશું કારણકે મેસોનિક ગોપનીયતાની શપથ લે છે. બહુ વિનંતી પછી જે.ડી હોલીવર અને તેમના સાથીઓને અમને આ લોજથી સંબંધિત પોતાના અનુભવ અમને બતાવ્યા. મેસંસે અમને મેસન ટેમ્પલમાં આમંત્રિત કર્યા. નક્કી કરેલા સમયે અમે મેસોનિક લોજની એકદમ પાસે પહોંચી ગયા. લોજની આસ-પાસની જગ્યા બહુ સુમસામ હતી. કાળી રાતમાં લોજનું મકાન ખરેખર ભયાનક લાગી રહ્યુ હતુ. થોડી જ વારમાં મેસન હોલીવર, મેસન રાધા મોહન માલવીય, મેસન મેજર બી.એલ, યાદ, મેસન કમલ કિશોર ગુપ્તા પણ લોજની બહાર પહોંચી ગયા. જલ્દી જ લોજનો દરવાજો ખુલી ગયો. મુખ્ય હોલમાં પગ મુકતા જ અમે ચોંકી ગયા. અહીં એક આઁખવાળો ફોટો લાગ્યો હતો. કહેવાય છે કે મેસન આની પૂજા કરે છે. હોલની ભીંતોમાં જુના મેસંસના ચિત્રો લાગેલા હતા. ત્યારપછી અમે મેસોનિક ટેમ્પલમાં ગયા....મેસંસે અમને જણાવ્યુ કે, આ ટેમ્પલની સ્થાપના કિંગ સોલોમોને કરી હતી. અહીંની ભીંતો પર કિંગ સોલોમોનની સ્થાપનાને સમજાવતા રેખાચિત્ર ટાંગેલા છે. આ ટેમ્પલમાં તેઓ શું કરતા હતા તે જ એક રહસ્ય છે.
|