શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. શ્રદ્ધા-અંધશ્રદ્ધા
  4. »
  5. અંધશ્રદ્ધા
Written By વેબ દુનિયા|

મહારાષ્ટ્રના ગામમાં ભૂતોનો મેળો...

ચોરવડ ગામે દર વર્ષે દત્ત જયંતીના દિવસે ભૂતોનો મેળો ભરાય છે !

W.D
આપણો દેશ ગામડાંઓમાં વસે છે. જ્યાંના સીધા-સાદા લોકો, ખુલ્લી હવા અને મેળા બધું જ મનમોહક હોય છે. કેટલાય મેળામાં હીંચકા મુકવામાં આવે છે, તો કેટલીય જગ્યાએ બજાર ભરાય છે. આમ તો જોવા જઈએ તો ગામવાળાઓની ખુશીનું, તેમના મનોરંજનનુ કેન્દ્ર આ મેળા જ હોય છે. 'આસ્થા અને અંધવિશ્વાસ'ની આ કડીમાં અમે તમને બતાવી રહ્યા છે એક એવો જ મેળો, પણ આ મેળામાં માણસોની સાથે-સાથે ભૂત પણ આવે છે. ચોંકશો નહી..... અમે તમને બતાવી રહ્યા છે મહારાષ્ટ્રના જળગાવ જિલ્લાના ચોરવડ ગામમાં લાગતા ભૂતોના મેળાનું દ્રશ્ય.........

ફોટો ગેલેરી જોવા માટે અહીં ક્લિક કરો

અમને મળેલી માહિતી મુજબ ગામમાં દર વર્ષે દત્ત જયંતીના દિવસે ભૂતોનો મેળો લાગે છે. આ સાંભળી દત્ત જયંતીના દિવસે અમે પણ ચોરવડ ગામ તરફ વળ્યા. ગામની નજીક પહોંચતા જ અમે મેળામાં જતા લોકોના સમૂહને જોયો. દરેક સમૂહમાં બે-ત્રણ લોકો એવા હતા જે માનસિક રૂપે બીમાર લાગતા હતા.
W.D

જ્યારે અમે આ લોકો સાથે વાત કરવાની કોશિશ કરી તો તેમના સગા-સંબંધીઓએ જણાવ્યુ કે બધા ભૂત-પ્રેતની બાધાથી પીડાય છે, તેથી તેમને ચોરવડ મેળામાં લઈ જઈએ છીએ. મેળામાં જતા એક વ્યક્તિનું કહેવુ હતુ કે દત્ત મહારાજની અમારા પર ઘણી કૃપા છે. એવી વ્યક્તિ જે ભૂત-પ્રેતથી પીડિત છે, તે પોતે જ દત્ત દેવસ્થાનની તરફ ખેંચાતી ચાલી આવે છે.

આ લોકો સાથે વાતચીત કરતા અમે મેળામાં પહોંચી ગયા. સામાન્ય મેળાની જેમ અહીં પણ મોટા-મોટા હીંચકા લાગેલા હતા, પણ આ હીંચકા અને ખાવાની લારીઓની વચ્ચે અમને દરેક જગ્યાએ ધૂંણતા અને પોતાના શરીરને તકલીફ આપતા લોકો દેખાતાં હતા. હિસ્ટીરિયાથી પીડિત લોકોની જેમ આ લોકો ચીસો પાડી રહ્યા હતા. કેટલાક તો પોતાની સાથે જ વાત કરવામાં મગ્ન હતા.

W.D
ધીરે ધીરે આ લોકોનું ગાંડપણ વધી રહ્યુ હતું. આ લોકો વિચિત્ર રીતે બૂમો પાડી રહ્યા હતા. થોડીક વાર પછી અમે જોયુ કે આવા વિક્ષિપ્ત લોકો એક ચબૂતરા પર જઈને માથુ ટેકી રહ્યા હતા. માથુ ટેકવાના થોડી વાર પછી આ લોકોએ વિચિત્ર હરકતો કરવાની બંધ કરી દીધી. તેમની સાથે આવતા લોકોનું માનવુ હતુ કે હવે તેમના શરીરમાંથી ભૂત-પ્રેત નાશી ગયું છે. અમે આખો દિવસ મેળામાં ફરતા રહ્યા. અમને ઘણા લોકો એવા મળ્યા જે ભૂતપ્રેતથી પીડાતા હતા. એક ખાસ વાત જે અમે ધ્યાનમાં લીધી તે એ હતી કે આવા પીડિતોમાં મહિલાઓની સંખ્યા વધુ હતી.

આ લોકોને મળીને અમને લાગ્યુ કે પીડિત લોકો માનસિક અને શારીરિક બીમારીથી ઘેરાયેલા છે. અમે અનુભવ્યું કે આ લોકોને સારી મનોચિકિત્સા(સાઇકોલોજીકલ) અને પ્રેમની જરૂર છે, પણ મેળામાં આવતા લોકોનો દાવો છે કે, તમે જો ઈશ્વર પર વિશ્વાસ કરો છો તો તમારે ભૂતો પર પણ વિશ્વાસ કરવો પડશે. આ અંગે તમે શુ વિચારો છો ? અમને જરૂર જણાવો...