મુખ પૃષ્ઠ > ધર્મ > શ્રદ્ધા-અંધશ્રદ્ધા > લેખ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
શ્રી મહાદેવની અનોખી અને અદ્દભુત જેલ
જેલના કેદીઓની બિમારીઓ ખૂદ ભોળેનાથ દૂર કરે છે-પુજારી
W.DW.D

આસ્થા અને અંધવિશ્વાસની અમારી આ કડીમાં આજે અમે તમને દેખાડીએ એક અદ્દભુત જેલ અને જેલના કેદીઓ. તમે કહેશો જેલમાં એવી શું ખાસ વાત છે જેનો અમે અમારા આસ્થા અને અંધવિશ્વાસ જેવા સૈંગમેટમાં સમાવેશ કર્યો. હા ખાસ વાત તો છે. આ જેલ એક સામાન્ય નહીં પરંતુ ખૂદ મહાદેવની જેલ છે. આ જેલમાં સો કરતાં પણ વધારે લોકો કેદ છે. આ સાંભળીને અમે પણ આ જેલ વિશે જાણવાનો નિર્ણય કર્યો. મહાદેવની જેલ મધ્યપ્રદેશ-રાજસ્થાનની સીમા પર મધ્યપ્રદેશના નીચમ શહેર પાસે આવેલી છે. આ જેલ કોઇ સરકારી જેલ નથી.

ફોટોગેલરી માટે અહીં ક્લિક કરો

જ્યારે અમે ત્યાં પહોચ્યાં તો અમે જોયું કે સળીયાઓની પાછળ કેદીઓ બાંધેલા છે. તે પણ કોટડીની અંદર જ બધાં ભજન-કિર્તન કરતાં કરતાં ગાતાં અને નાચી રહ્યાં હતાં. અહીંયા પહોચીને અમને ખબર પડી કે દરેક કેદીને એક ખાસ નંબર આપવામાં આવે છે. થોડાક કેદીઓને તો આ કારાવાસ ભોગવતાં ભોગવતાં વર્ષ ઉપર થઈ ગયું હતું. કેદીઓની સાથેના બધા જ દસ્તાવેજની જાણકારી અહીં દાખલ કરવામાં આવે છે. જેલમાં અમને સ્ત્રી અને પુરૂષ બંને જોવા મળ્યાં હતાં. વધુંમાં અમને જાણવા મળ્યું કે આમની મુક્તિ પણ જેલરના આદેશની બાદ જ થાય છે અને જેલર કોઈ સામાન્ય માણસ ન હોતા ભગવાન ભોળેનાથ છે.
W.D

આ અનોખી જેલને ભોળેનાથ કહે છે. અહીંયા તિલસવા મહાદેવ મંદિરના શિવલીંગને લોકો સ્વયંભૂ માને છે. અહીંયાના લોકોનું કહેવું છે કે આ મંદિર લગભગ બે હજાર વર્ષ જુનું છે. અહીંયા શિવજી પોતાના આખા પરિવાર સાથે બિરાજે છે. મંદિરની બિલકુલ સામે ગંગાકુંડ છે. લોક માન્યતા છે કે આ ગંગા નદીનું ઉદગમ સ્થાન છે. લોકોની એવી માન્યતા છે કે આ કુંડની માટી અસાધારણ રોગોને મટાડે છે પરંતુ તેના માટે અહીંયાના નીતિ-નિયમો પાળવા પડે છે. બધાને જેલમાં કેદીની જેમ રહેવું પડે છે. આની પાછળ લોકોનું એવું માનવું છે કે તેમના પાપ જ તેમની બિમારીનું કારણ છે. જેલમાં રહીને તેઓ પ્રાયશ્ચિત કરે છે અને તેમના પાપ કપાઈ જાય છે ત્યારે ભોલેનાથ તેમને સ્વસ્થ કરી દે છે.
વિડીયો જુઓ
1 | 2  >>  
ઘણું બધુ
મહારાષ્ટ્રના ગામમાં ભૂતોનો મેળો...  
મેસોનિક લોજનું રહસ્ય શું છે જુઓ...  
નિ:સંતાન દંપતિને સંતાન આપતું મંદિર  
નક્ષત્રો અને ગ્રહો સાથે મનુષ્યનું જીવન  
ઉજ્જૈનનું અદ્દભુત કાલિયાદેહ પેલેસ  
ઝાબુંઆનો પરંપરાગત ગાય-ગૌરી ઉત્સવ