સતપુડાના પહોડોની વચ્ચે ઘનઘોર જંગલમાં દરવર્ષે વસંત પંચમીથી પૂનમ સુધી લાગતા શિવબાબાનો મેળો આમતો એક ગ્રામીણ મેળાની જેમ જ છે... કેસેટ-સીડી, રમકડાં, મીઠાઈઓ, કપડાં, વાસણોથી સજાયેલી દુકાનો ખરીદી કરતા લોકો... પરંતુ આ બધા સિવાય પણ એવુ કશુક છે જે આ મેળાને બનાવે છે ખાસમાં ખાસ....
જી, હા, શિવબાબાના મેળામાં લોકો આવે છે બાધા લઈને અને જ્યારે બાધા પૂરી થાય છે તો ભેટમાં ચઢાવે છે બકરાઓ... કોઈ એક તો કોઈ બે તો કોઈ પાઁચ-પાઁચ બકરાઓ પોતાની ઈચ્છા પૂરી થયા પછી શિવબાબાને ચઢાવે છે... શિવબાબાના વિશે માન્યતા છે કે તેઓ એક સંત હતા, જેમના ચમત્કારોની પ્રસિધ્ધિ આ વિસ્તારમાં દરેક માણસના હોઠો પર છે. અહીં શિવબાબાને ભગવાન શિવનો અવતાર માનીને પૂજાવામાં આવે છે.
મંદિરની પાસે રહેતા બાબા જોગીનાથનું કહેવુ છે કે આ એક ખૂબ જ અદ્દભૂત દરબાર છે. મોડુ થવાની તો વાત જ નહી, બસ અહીં બાધા માંગો અને બીજી બાજુ તો ઈચ્છા પૂરી પણ થઈ જાય છે.
બાધા પૂરી થયા પછી લોકો પોતાના પરિવારજનો અને મિત્રોની સાથે મેળામાં પહોંચે છે અને પછી શણગારેલા બકરાઓની પૂજા કરી વાજતે ગાજતે શિવબાબાના મંદિરની તરફ લઈ જાય છે. શિવબાબાના મંદિરમાં આવેલ દેવીની પ્રતિમાની સામે પુજારી બકરા પર પાણી છાંટીને તે બકરાને હલાલ કરીને દેવીને અર્પિત કરવામાં આવે છે. અહીં લાવવામાં આવતા મોટાભાગના બકરાઓની બલી આપવામાં આવે છે, એમાં થોડાક બકરાઓને જંગલમાં છોડી દેવામા આવે છે. પહેલા બલી મંદિરની સામે ચાર દિવાલોમાં આપવામાં આવતી હતી, પણ હવે અહીં બલી દેવાની મનાઈ છે, તેથી બકરાની બલી લોકો પોતાના ઉતારા પર જ આપે છે.
બલી પછી લોકો બકરાના માઁસને શિવબાબાનો પ્રસાદ માનીને હળી-મળીને ખાય છે, પ્રસાદને લોકો મેળાના વિસ્તારની બહાર કે પોતાના ઘરે નથી લઈ જઈ શકતા. પ્રસાદ બચતા તેઓ પ્રસાદને ત્યાં જ વહેંચી દે છે.
મેળામાં આવેલા એક કસાઈએ અમને જણાવ્યું કે, દર વર્ષે સંપૂર્ણ મેળા દરમિયાન લગભગ બે લાખ બકરાઓની બલી ચઢાવવામાં આવે છે. તેમણે એ પણ જણાવ્યુ કે તે દિવસે સવારથી લઈને બપોરે ત્રણ વાગ્યા સુધી લગભગ પાઁચ હજાર બકરાઓની બલી આપવામાં આવી છે. કહેવાય છે કે શિવબાબાની કૃપાથી મેળા દરમિયાન આ વિસ્તારમાં માખીઓ અને કીડીઓ નથી જોવા મળતી. અમે આ તથ્યની તપાસ કરી. અમે આખા મેળામાં જોયુ, બકરાઓ જ્યાં કપાય છે તે સ્થાન જોયુ, મીઠાઈઓની દુકાનો જોઈ પરંતુ ખરેખર અમને એકપણ માખી ન દેખાઈ.
આ એક ચર્ચાનો વિષય બની શકે છે કે, શુ બકરાની બલી આપવાથી કોઈ દેવતા પ્રસન્ન થઈ શકે છે ? તમે આ વિશે શુ વિચારો છો તે અમને જરૂર જણાવો.
|