મુખપૃષ્ઠ > ધર્મ > શ્રદ્ધા-અંધશ્રદ્ધા > લેખ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
એક ઘાટ જ્યા ભટકે છે આત્માઓ.....
ભેરુબાબા કરે છે પોતાના ભક્તોની રક્ષા.

W.D
શ્રધ્ધા અને અંધશ્રધ્ધાની આ કડીમાં અમારી સાથે સાથે સફર કરો માનપુર ઘાટની. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને જોડનારા આગ્રા-મુંબઈ રસ્તાની વચ્ચે આવેલો આ ઘાટને શાપિત માનવામાં આવે છે. આ રસ્તેથી રોજ પસાર થતાં વાહન ચાલકોનુ કહેવુ છે કે ઘાટમાં અતૃપ્ત આત્માઓ ભટકતી રહે છે જેને કારણે દુર્ઘટનાઓ થાય છે. જ્યારે અમે આ સાંભળ્યુ તો અમે માનપુર ઘાટની તરફ વળ્યા.

અહીં પહોંચતા જ અમને લાગ્યુ કે ઘાટનો વળાંક ખૂબ જ ગોળાંકવાળો અને ખતરનાક છે. કેટલીય જગ્યાએ આંધળા વળાંક છે. થોડા જ અંતરે અમને જોવા મળ્યુ ભૈરવબાબાંજ મંદિર. અમે જોયુ કે અહીંથી જતા લગભગ દરેક વાહન ચાલક મંદિરની સામે રોકાઈ, બાબાની સામે માથુ નમાવીને નમન કરી રહ્યા હતા.

ફોટો ગેલેરી માટે ક્લિક કરો
અમે પૂજા-અર્ચના કરી ચૂકેલા ટ્રક ચાલક પપ્પૂ માલવીય સાથે વાતચીત કરવી શરૂ કરી. પપ્પૂ માલવીય સાથે વાતચીત કરવી શરૂ કરી. પપ્પૂ માલવીયએ જણાવ્યુ જે તે છેલ્લા ઘણા વર્ષોથી આ રસ્તે ટ્રક ચલાવી રહ્યો છે. તેણે અહીં ઘણી ઘટનાઓ જોઈ છે. પપ્પૂ ભૈરવબાબાના અનન્ય ભક્ત છે. પપ્પૂનુ કહેવુ છે કે આ ઘાટમાં આત્માઓ ભટકતી રહે છે પણ ભૈરવબાબાના આશીર્વાદથી તેમણે કદી કોઈ દુર્ઘટનાનો સામનો નથી કરવો પડ્યો.

W.D
ઘાટ પર દરેક સ્થળે ચેતાવણી લખેલા સાઈન બોર્ડ લાગેલા છે. તેમા ભેરુઘાટને ખતરનાક ઘાટ બતાવતા બ્રેક ચેક કરવી અને સાવચેતી પૂર્વક વાહન ચલાવવાનુ નિર્દેશન આપ્યુ છે

આ ઘાટના વાહન ચાલકોની સાથે યાત્રા કરતા અમે અનુભવ્યુ છે કે ઘણા વાહન ચાલક આ ખતરનાક રસ્તાઓ પર પણ પોતાના વાહનોની ગતિ પર કાબૂ નથી રાખતા. ભૈરવબાબાના એક અન્ય ભક્ત ટ્રક ચાલક વિષ્ણુપ્રસાદ ગોસ્વામી પોતાના વ્યક્તિગત અનુભવને આધારે બતાવે છે કે આ મંદિર વર્ષો પહેલાથી જ અહીં સ્થાપિત છે. અમારા જે પણ મિત્રો બાબાની સામે માથુ નમાવીને જાય છે, તે આખા રસ્તે સુરક્ષિત રહે છે. તેમનો અનાદર કરનારાઓનુ અહિત થાય છે.

W.D
એવુ પણ નથી કે બધા લોકો આવુ જ વિચારતા હોય. આ મંદિરમાં આવનારા અનેક લોકો એવા પણ છે જે, ભૂત-પ્રેતના અસ્તિત્વને નથી માનતા પણ મંદિરમાં શ્રધ્ધા રાખીને માથુ નમાવે છે. આ વાતચીત પછી જ્યારે અમે માનપુર ઘાટથી પાછા ફરી રહ્યા હતા ત્યારે અમે ઘાટના કિનારે એક ટ્રક પલટાયેલો જોયો. ટ્રક ડ્રાઈવરનુ ઘટનાસ્થળ પર મૃત્યુ થઈ ગયુ હતુ, ઘટનાની તપાસ કરી રહેલ પોલીસ ટીમનુ કહેવુ છે કે અહીં આવુ વારંવાર થાય છે. માનપુર ઘાટના વળાંક છે જ એટલા ખતરનાક કે જો નાનકડી ભૂલ ઘટનાને આમંત્રણ આપે છે. તેથી ઘાટ પરથી પસાર થતી વખતે સાવધાન રહેવુ જરૂરી છે. તમે આ અંગે શુ વિચારો છો અમને જણાવો.
વિડીયો જુઓ
ઘણું બધુ
આદિવાસીઓની અનોખી પ્રથા ચૂલ..  
આદિવાસીઓનો વિચિત્ર ગલ ઉત્સવ  
બાલાપીરની દરગાહ  
પંડોખરઘામના ઊંટવૈદ ગુરૂશરણમ બાબા  
ચમત્કારી સત્ય સાઈ બાબાની જીવંત કથા  
હજારો બકરાઓની બલી આપતો મેળો