કહેવાય છે કે ભક્તની ભક્તિને લીધે ભગવાન પણ પ્રેમમાં બંધાઈ જાય છે. પરંતુ અમે તમને એક એવા મંદિરના દર્શન કરવવા જઈ રહ્યાં છીએ જ્યાં ભક્તોએ પોતાના બાબાને લોખંડની સાંકળોથી બાંધી રાખ્યા છે. નવાઈ ન લગાડશો આ દ્રશ્ય શાજાપુર જીલ્લાના માલવા-આગરા ગામના કેવડાસ્વામી કલાભૈરવનાથનું મંદિર છે. અહીંયા કાલભૈરવની મૂર્તિને મંત્રો દ્વારા અભિષેક કરીને લોખંડની સાંકળોથી બાંધવામાં આવ્યા છે. જ્યારે અમે આ બાબત વિશે અહીંયા લોકોની સાથે વાતચીત કરી તો એક જુની દંતકથા પર જામેલી ધૂળ સાફ થવા લાગી.
ગામના લોકોએ અમને જણાવ્યું કે આ મંદિર ઝાલા રજપૂતો અને ગુજરાતીઓના પૂજનીય કેવડાસ્વામી કાલભૈરવ માહારાજનું છે. અહીંયાના લોકોનાં કહેવા પ્રમાણે ઈ.સ. 1481માં ઝાલા રાજપૂતોના રાજાને એક સપનું આવ્યું હતું. સપનામાં તેમના ઈષ્ટ દેવતાએ તેમને આદેશ કર્યો કે વાહન લઈને નીકળી પડો અને રસ્તામાં જ્યાં પણ પાયો તુટી જાય ત્યાં તમારૂ રાજ્ય સ્થાપિત કરજો. રાજાએ પોતાના ઈષ્ટ દેવતાની વાતનું શબ્દો અનુસાર પાલન કર્યું અને જ્યાં પાયો તુટી ગયો ત્યાં જ કેવડાસ્વામી કાલભૈરવ મહારાજના મંદિરની સ્થાપના કરી અને આસપાસના વિસ્તારમાં પોતાનું રાજ્ય કાયમ કર્યું. અહીંયા ઘણાં રાજપૂતો રાજસ્થાન ચાલ્યાં ગયાં તો ઘણાં અહીંયા જ રોકાઈ ગયાં.
ફોટો ગેલેરી માટે ક્લિક કરો
અહીંયા વસવાટ કર્યા બાદ લોકોએ અનુભવ્યું કે બૈરવબાબાની ધમાલ વધતી જઈ રહી છે. ક્યારેક તે બાલકનું રૂપ લઈને મીઠાઈ ચોરી કરી લેતાં હતાં તો ક્યારેક કોઈ બાળકની ધોલાઈ કરી દેતાં હતાં. ધીરે-ધીરે બાબાને દારૂ સાથે પણ લગાવ થઈ ગયો. બાબાની આવી ધમાલને જોઈને સ્થાનીક લોકો ભયભીત થઈ ગયાં. તેઓ એવું પણ અનુભવવા લાગ્યા કે બાબા ગામ છોડીને ચાલ્યા ન જાય પછી તો શું પુજારી અને તાંત્રિકોએ ભેગા બેસીને એક યોજના બનાવી. આ યોજના હેઠળ બાબાને મંત્ર શક્તિ અને સાંકળોથી બાંધી દેવાયા. ત્યારથી લઈને આજ સુધી બાબા સતત સાંકળોમાં બંધાયેલા છે.
ભૈરવબાબાને આમ પણ તામસિક પ્રવૃત્તિના માનવામાં આવે છે. કેવડાસ્વામી મંદિરમાં બિરાજમાન ભૈરવબાબાને પણ મદિરા અને સિગરેટનો ભોગ ચઢાવવામાં આવે છે. દિવસમાં ઘણી વખત ભૈરવબાબાની મૂર્તિ સાથે સિગરેટ પણ લગાવવામાં આવે છે. પરંતુ તેમને ક્યારેય પણ બંધન મુક્ત નથી કરવામાં આવતાં. અહીંયાના લોકોનું માનવું છે કે જો ભૈરવબાબાને બંધન મુક્ત કરવામાં આવે તો તે ધમાલ કરશે. લોકોને પરેશાન કરશે. સાથે જ સ્થાન છોડીને જતા રહેશે. હજુ પણ કેટલાક ખાસ દિવસોમાં જ્યારે તંત્ર શક્તિઓનો પ્રભાવ થોડો ઓછો થઈ જાય છે ત્યારે ભૈરવબાબા મીઠાઈની દુકાનથી મિઠાઈઓ ચોરી લે છે. કદી ચૂપચાપ મદિરાપાન કરી આવે છે. તમે આ અંગે શુ કહો છો અમને જણાવજો.
|