ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. શ્રદ્ધા-અંધશ્રદ્ધા
  4. »
  5. અંધશ્રદ્ધા
Written By વેબ દુનિયા|

નાગ-નાગણીના પ્રેમની અનોખી સમાધિ

W.D
જ્યાં શ્રધ્ધા હોય ત્યાં શંકાને સ્થાન નથી હોતુ. પરંતુ નાગ નાગિનનો પ્રેમ, ચમત્કાર અને આવી જ બીજી વાતો શુ આજના આ શિક્ષિત અને જાગૃત સમાજમાં તમે માની શકો છો ? આ પ્રશ્ન નક્કી જ એક ગંભીર ચર્ચાનો વિષય બની શકે છે.

આજે અમે આ પ્રકારની અનોખી એક ઘટના સાથે પરિચય કરાવવા માટે તમને લઈ જઈએ છીએ ગુજરાતના વડોદરા જિલ્લાના માંજલપુર ગામમાં, જ્યાં છે એક ચમત્કારિક સમાધિ. આ સમાધિ કોઈ મહાપુરૂષ કે સંતની નથી પરંતુ એક નાગ અને તેની પ્રેયસીની છે.

અહીં આવેલ નાગ-નાગિન મંદિરના સંચાલક શ્રી હરમનભાઈ સોલંકી જણાવે છે કે, 2002માં શ્રાવણના પવિત્ર મહિનામાં માંજલપુર ગામના નજીક એક વિચિત્ર ઘટના બની. વડોદરાના મંજુલાપાર્ક વિસ્તારના નિવાસી પારેખ પરિવાર ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે રસ્તામાં તેમની કારે રોડ ક્રોસ કરી રહેલ નાગ-નાગણના જોડાને ખંડીત કર્યું હતું. કહેવાય છે કે નાગીનના મોતથી નાગ આ આધાતને સહન ન કરી શક્યો અને રસ્તા પર પોતાની ફેણ પછાડી-પછાડીને જીવ આપી દીધો.

આટલુ હૃદયદ્રાવક દ્રશ્ય જોઈને લોકો આશ્વર્યમાં પડી ગયા ત્યારે થોડાક વડીલોએ આ પ્રેમી જોડીને આદર્શ માનીને તેમના બલિદાનને યાદ રાખવા સમાધિ બનાવવાની સલાહ આપી. સમાધિ આપ્યાના બીજા જ દિવસે અહીં એક વિસ્ફોટ થયો અને સમાધિની માટી 2 થી 3 ફૂટ અંદર જમીનમાં ધસી ગઈ. જે પણ એક ચમત્કાર જ મનાય છે.

ફોટો ગેલેરી માટે ક્લિક કરો

આ મંદિરના પૂજારીએ જણાવ્યુ કે અહીં અવાર-નવાર ચમત્કાર થતા રહે છે. તેમણે કહ્યુ કે કેટલાક વર્ષ પહેલા જયારે અહીં એક શ્રધ્ધાળુએ નારિયેળ ફોડ્યુ તો તેમા બે કાચલી નીકળી. તો બીજા એક શ્રધ્ધાળુએ જ્યારે નારિયળ ચઢાવ્યુ તો નારિયેળ પર બે આંખો ચિતરાયેલી જોવા મળી. આને નાગ દેવતાનો ચમત્કાર માનીને મંદિરમાં જ શ્રધ્ધાપૂર્વક સ્થાન આપવામાં આવ્યુ છે.

નાગ-નાગિનના આ પ્રેમ રૂપી સ્મારકમાં લોકોની આસ્થા વસી ગઈ છે. દૂર-દૂરથી લોકો અહીં બાધા મૂકવા આવે છે અને તેમને વિશ્વાસ છે કે નાગની જોડી કદી તેમને નિરાશ નથી કરતી. પારિવારિક સુખ સમૃધ્ધિ, વેપારમાં સફળતાથી લઈને પોતાનો ખાલી ખોળો ભરવાની ઈચ્છા પૂરી કરવા માટે અહીં આવે છે.
W.D

ભારત દેશમાં આ પ્રકારની ઘટનાઓ સામાન્ય છે, જ્યાં લોકો દરેક એક અનોખી ઘટનાને ધર્મ સાથે જોડી દે છે. પરંતુ આ પ્રકારની વસ્તુઓમાં કેટલી આસ્થા અને કેટલુ આડંબર છે એ કદાચ બતાવવુ દરેક માટે સહેલું નથી. નાગ-નાગિનના પ્રેમ અને બલિદાનની આ વાર્તા શુ ખરેખર હકીકત છે કે એક સાધારણ ઘટનાને પોતાના મન મુજબ બતાવીને લોકોની ભાવનાઓ સાથે રમત રમાઈ રહી છે ? તમે શુ વિચારો છો તે અમને જણાવો....