સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પ્રકાશના પર્વની ઉજવણી...
પારૂલ ચૌધરી
W.D

આમ તો ભારતની અંદર કેટલાયે વિવિધ તહેવારની ઉજવણી થાય છે અને તેમાંય જો સૌથી વધારે તહેવાર જો ક્યાંય ઉજવાતા હોય તો કદાચ ગુજરાતમાં ઉજવાતા હશે. ગુજરાતની અંદર એક જ નહિ પરંતુ દેશના દરેક ધર્મના તહેવારોને ધામધુમથી ઉજવવામાં આવે છે પછી ભલે ને તે દિવાળી હોય કે ઈદ હોય.

દિવાળીની વાત કરીએ તો આ દિવસોમાં તો ગુજરાતની રોનક જ બદલાઈ જાય છે. આસો માસ શરૂ થયો એટલે તો જાણે કે તહેવારોની શરૂઆત થઈ ગઈ. આસો માસની શરૂઆતમાં નવરાત્રિ અને તે પુર્ણ થઈ એટલે દશેરા અને ત્યાર બાદ થોડોક વિરામ લઈને બસ લાગી જાય છે બધા દિવાળીની તૈયારીઓમાં.

W.D
બજારની અંદર જ્યાં જુવો ત્યાં સુશોભનની વસ્તુઓ જોવા મળે છે. માટીના કોડીયા, રંગોળીના કલરો, વિવિધ લાઈટીંગવાળી સીરીઝો, સ્ટાર આ બધી વસ્તુઓથી બજાર ભરાઈ જાય છે. અને વળી ફટાકડા અને મીઠાઈની તો વાત જ ન પુછો. જ્યાં જુઓ ત્યાં ફટાકડાની નાની નાની હાટડીઓથી લઈને મોટી મોટી દુકાનો બનાવેલી હોય છે. દિવાળીના દિવસે ફક્ત બાળકો જ નહિ પરંતુ નાના-મોટા સૌ સાથે મળીને ફટાકડા ફોડે છે. તે દિવસે તો મોટાઓ પણ નાના બની જાય છે.

વાઘ બારસથી શરૂ થતી દિવાળી લાભ પાંચમ સુંધી ચાલે છે. લોકો ઘરે ઘરે વાઘ બારસના દિવસથી જ દિવા મુકવાના ચાલુ કરી દે છે. ધનતેરસને દિવસે ધનપુજન થાય છે. કાળી ચૌદસને દિવસે સ્ત્રીઓ ઘરમાં કકળાટ કાઢે છે એટલે કે તેલમાં તળીને કોઈ વાનગી બનાવે છે. ત્યાર બાદ દિવાળીના દિવસે પણ વિશેષ પુજા હોય છે અને તેના બીજા દિવસે ન્યુ યર મનાવે છે. એટલે કે ગુજરાતીઓનું નવું વર્ષ. નાના-મોટા સૌ એકબીજાને મળીને નવા વર્ષના અભિનંદન પાઠવે છે. અને નવું વર્ષ તેમના માટે શુભકારી અને મંગલમયી બને તેવી પ્રાર્થના કરે છે.

W.D
દિવાળી એક એવું પર્વ છે જેમાં આપણે મા લક્ષ્મીની આરાધના કરતાં તેમને પ્રાર્થના કરીએ છીએ કે આ દિવાળીના દિવાઓની જેમ અમારૂ જીવન પણ પ્રકશમયી બનાવ. અમને અંધારામાંથી ઉજાસ તરફ લઈ જા. રાવણને મારીને ભગવાન રામે અસત્ય પર સત્યનો વિજય મેળવ્યો હતો. તેવી રીતે જ આ દુનિયાની અંદર ફેલાયેલ પાપ અને બુરાઈઓ દુર થઈને બધી જ જગ્યાએ ભલાઈ ફેલાય તેવી પ્રાર્થના કરીએ...
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ભારતની વિવિધ સંસ્કૃતિ અને દિવાળી
આવો ઉજવીએ દિવાળી .....
સ્પેશ્યલ સૂરતી ઘારી