સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આજથી દિવાળીનો શુભારંભ - વાઘ બારશ
પારૂલ ચૌધરી

W.D
ગુજરાતની અંદર દિવાળીનો શુભારંભ વાઘ બારશના દિવસથી થઈ જાય છે. વૈષ્ણવ લોકો આજે પર્વ ઉજવે છે અને ગાય અને વાછરડાની પુજા કરીને તેમને અડદના વડા ખવડાવે છે. તેને તેઓ ગોવત્સ દ્વાદશી પણ કહે છે. સ્ત્રીઓ ઘરના ઉંમરાની પુજા કરીને મોટી રંગોળી બનાવે છે જેમાં વાઘનું ચિત્ર કાઢેલુ હોય છે. તેથી તેને વાઘ બારસ પણ કહે છે.

વર્ષ દરમિયાન કોઈની સાથેની પણ લેવડ દેવડને પુર્ણ કરવી એટલે કોઈની પાસેથી પૈસા લીધા હોય કે તેને આપવાના હોય તે આ દિવસે પુર્ણ કરવું તે પણ આ તહેવારના એક ભાગ રૂપે માનવામાં આવે છે.

આજના દિવસે વેપારીઓ પોતાના જુના ચોપડાના હિસાબોને પુર્ણ કરીને નવા ચોપડાનું શારદાપુજન કરે છે. ત્યાર બાદ ત્રણ દિવસ સુધી કોઈ પણ પ્રકારની લેવડ દેવડ નથી થતી. અને ત્યાર બાદ નવા વર્ષે નવા ચોપડા ખરીદીને પૈસાની લેવડ દેવડ ચાલુ કરે છે.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
તમારી રંગોળી કેવી બને છે...
પ્રકાશના પર્વની ઉજવણી...
ભારતની વિવિધ સંસ્કૃતિ અને દિવાળી
આવો ઉજવીએ દિવાળી .....
સ્પેશ્યલ સૂરતી ઘારી