મુખપૃષ્ઠ » ધર્મ » તહેવારો » દિવાળી » જાડા મઠિયા
 

N.D
સામગ્રી - મઠની દાળ 500 ગ્રામ, અડદની દાળ 100 ગ્રામ, 100 ગ્રામ ખાંડ, થોડુ મીઠુ, અજમો બે ચમચી. હિંગ, તળવા માટે તેલ.

બનાવવાની રીત - બંને દાળને અગાઉથી જ અજમો અને હીંગ અને તલ નાખીને દળાવી લો. એક તપેલીમાં લોટ બંધાય એટલુ પાણી ગરમ કરી તેમાં ખાંડ અને મીઠુ નાખો જેથી ખાંડ ઓગળી જાય. હવે તેને ઠંડુ થવા દો. મઠિયાના લોટમાં તેલનુ મોણ નાખી સારી રીતે મિક્સ કરો. હવે તૈયાર પાણીથી કઠણ લોટ બાંધી લો. આ લોટને થોડો ખાંડી લો જેથી એ નરમ પડે. આ લોટના એક સરખા લુઆં બનાવી થોડાં જાડા અને પૂરી જેટલી સાઈઝમાં મઠિયા વણી લો. હવે બધી પૂરી તેલમાં તળી ઠંડા કરો. લો તૈયાર છે સ્વાદિષ્ટ મઠિયાં.
સંબંધિત જાણકારી શોધો