મુખપૃષ્ઠ » ધર્મ » તહેવારો » દિવાળી » ભેટ વડે તમારા સ્વભાવની ઓળખ
 

N.D
પોતાની ભાવનાઓને વ્યક્ત કરવાનુ એક સુંદર માધ્યમ છે ભેટ. આનંદ અને ખુશીના પ્રસંગે ભેટ આપીને તમે તમારી ભાવનાઓનો પરિચય આપી શકો છો. ભેટ ભાવનાઓની અભિવ્યક્તિ સિવાય શુભેચ્છા, આશીર્વાદ, પ્રેમ, સન્માન અને આદાન-પ્રદાનનું પણ પ્રતિક છે. આનાથી સમાજમાં પ્રેમ અને ભાઈચારાની ભાવનાનો વિસ્તાર થાય છે. તો આવો આ દિવાળીમાં તમે તમારા પરિજનોને શું ભેટ આપી શકો છો તે વિશે જાણીએ-

ડ્રાઈ ફ્રુટ્સ : દિવાળી પર મીઠાઈ આપવાનો રિવાજ તો હવે જાણે ખત્મ થઈ ગયો છે તેની જગ્યા ડ્રાયફ્રુટ્સે લઈ લીધી છે. જુદા જુદા પ્રકારના ડ્રાયફ્રુટ્સ સુંદર પેકિંગમાં મળે છે જે તમારા મનને લોભાવી શકે છે.

દિવાળીની પૂજાની થાળી : દિવાળી પર લક્ષ્મી પૂજનનું મહત્વ છે જે પૂજાની થાળી વિના અધુરૂ છે, એટલા માટે આ ભેટનું પણ વિશેષ મહત્વ છે.

લક્ષ્મી અને ગણેશની મૂર્તિ : લક્ષ્મી પૂજન માટે મૂર્તિની પણ જરૂરત પડે છે. તમે તમારી પસંદને અનુસાર ધાતુની મૂર્તિ લઈ શકો છો અથવા માટીની કે ડેકોરેટિવ મૂર્તિ પણ આપી શકો છો.

દિવાળી સિલ્વર ગીફ્ટ : આમાં ચાંદીની વસ્તુઓનો સમાવેશ થાય છે. પૂજાની થાળી, લક્ષ્મીની મૂર્તિ, ચાંદીનો સિક્કો કે સ્વસ્તિક વગેરે સારા વિકલ્પ છે.

હોમમેડ ચોકલેટ્સ : ઘરમાં બનાવવામાં આવેલ ચોકલેટ્સને પણ તમે ભેટ તરીકે આપી શકો છો. ખુબ જ સુંદર પેકિંગની સાથે આને આકર્ષક ઉપહાર તરીકે આપી શકાય છે.

દિવાનું સ્ટેન્ડ : દીવાનો સેટ, માટીના શણગારેલા દિવા અને અરોમા કેંડલ્સ પણ ભેટના રૂપમાં આપી શકો છો. આ ઉપરાંત માટીના દિવાઓ પર વિવિધ કલર અને ડિઝાઈન બનાવીને પણ શણગારીને આપી શકાય.

તોરણ : ભારતીય પરંપરામાં શુભ કાર્યો માટે તોરણનો ઉપયોગ કરવામાં આવે છે, જો કે દિવાળી જેવા પ્રસંગે ઘરની સજાવટનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે એટલા માટે આ વિકલ્પને પણ ભેટ સ્વરૂપે આપી શકાય છે.

N.D
ભારતીય વેશભુષા : આમાં મહિલાઓને સાડી અને પુરૂષોને ધોતી-ઝભ્ભો આપવામાં આવે છે. નવા નવા પરિધાનોની વચ્ચે પારંપરિક પોશાક ભારતીય સંસ્કૃતિની સાથે જોડાઈ રહેવાનો અહેસાસ કરાવે છે. સાથે સાથે આ પરિધાન લોકોના આકર્ષણનું કેન્દ્ર પણ બને છે.

ઈલેક્ટ્રોનિક સામાન : આ ભેટ તમારા કોઈ નજીકના સંબંધીને આપવા માટે હોય છે. સેલફોન, કેમેરો, હેર ડ્રેસર, સેંડવિચ મેકર, મિક્સી, પ્રેસ વગેરે ઈલેક્ટ્રોનિક ઉપકરણની શ્રેણીમાં આવે છે.

હોમ એપ્લાઈંસેજ : કેસરોલ સેટ, કુકર, પ્લેટ સેટ, ટી સેટ જેવી ભેટ આજકાલ વધારે ચલણમાં છે. આમાં બ્રાંડેડ અથવા તો સામાન્ય તમે તમારી પસંદને અનુસાર ખરીદી શકો છો.

ગિફ્ટ હૈંમ્પર્સ : નાની નાની પરંતુ અતિ જરૂરી એવી વસ્તુઓને એકીસાથે ગીફ્ટ હૈમ્પરના રૂપમાં પણ પ્રયોગ કરી શકો છો. જેવી રીતે કે મીઠાઈ, નમકીન, ચોકલેટની સાથે ફટાકડા અને પરફ્યુમ, ટેડી બિયર, બુકેની સાથે ડ્રાઈ ફ્રુટ્સ અથવા તો બાળકો માટે ફટાકડા, રમકડાં, રંગ અને ચોકલેટ્સ વગેરે. આ રીતે તમે તમારી પસંદ અને સામેવાળાની પસંદને ધ્યાનમાં રાખીને ભેટ આપી શકો છો.

ગ્રીટીંગ કાર્ડ : આ બધા સિવાય દિવાળીના ગ્રીટીંગ જેની સાથે તમે તમારી ભાવનાઓને દરેક ઉંમરની વ્યક્તિ સાથે શેર કરી શકો છો. આ કોમન હોવાની સાથે સાથે એવરગ્રીન પણ છે. સહજતાની સાથે યાદોને કેકરીને રાખી શકાય તેવી સુંદર ભેટ છે આ.

જ્વેલરી : પોતાના પરિવારના સભ્યોને તમે ઘરેણાં પણ આપી શકો છો. આની અંદર સોનું કે હીરો તમે તમારા બજેટને અનુસાર પસંદ કરી શકો છો. લોકેટ, વીંટી, ચેન, ઈયર રિંગ અથવા ઘડીયાળ. આમાંથી તમે શું આપવા માંગો છે તે તમારી પર આધારિત છે.
સંબંધિત જાણકારી શોધો