મુખપૃષ્ઠ » ધર્મ » તહેવારો » ગણેશોત્સવ » મંગલમૂર્તિની આરતી
 
PRP.R
જયદેવ જયદેવ જય મંગળમૂર્તિ
વિધ્ન અશુભ ભય હર્તા કર્તા શુભ પૂર્તિ …જયદેવ
સિદ્ધિ બુદ્ધિ સૌભાગ્ય તૂંથી ભવ તરવો
શિવગણનાયક ગુણનિધિ ગિરજાસુત ગરવો … જયદેવ
વરદ અભય અંકુશ પરશૂ ભુજ સોહે
વેષ્ટિત પરિવારે પણ શાંતિ નિત જોએ … જયદેવ
વિચિત્ર દર્શન સુંદર સિંદૂર ને સાજે
PRP.R
ગજમુખ લંબોદર ને ફણી સૂત્ર રાજે … જયદેવ
પશુઆનન આનંદ ચિદઘન દરસાવે
સ્વલ્પ પૂજને પ્રસન્ન વરને વરસાવે … જયદેવ
જય જય જય શ્રી રાજ ઉત્સવ આ થાએ
ભકતની આર્તિ જાએ દીપારતી ગાયે … જયદેવ
સંબંધિત જાણકારી શોધો