મુખપૃષ્ઠ » ધર્મ » તહેવારો » ગણેશોત્સવ » શ્રી ગણેશના રૂપની વિશેષતા
 
W.D

ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम्‌।
आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे॥
ओंकारमाद्यं प्रवदन्ति संतो वाचः श्रुतीनामपि यं गृणन्ति।
गजाननं देवगणानतांघ्रिं भजेऽहमर्द्धेन्दुकृतावतंसम्‌॥

I જે જ્ઞાન અને આનંદના સ્વરૂપ છે, વિનિર્મલ સ્ફટિકને તુલ્ય જેમની આકૃતિ છે જે બધી જ વિદ્યાઓના પરમાધાર છે તેવા શ્રી હયગ્રીવજીની હુ ઉપાસના કરૂ છું. જેમને સંત લોકો આદ્ય ઓમકાર કહે છે જેમના માથે અર્ધચન્દ્ર શોભે છે તેમજ બધા દેવતાઓ જેમના ચરણોમાં હંમેશા માથુ ઝુકાવે છે તેવા ગજમુખ શ્રી ગણેશની હુ વંદના કરૂ છું.

શ્રી ગણેશની આરાધના અનાદિ કાળથી ભારતની અંદર પ્રચલિત છે. અમુક આધુનિક લોકો પાશ્ચાતાપ મતથી પ્રભાવિત થઈને ભ્રાંતિમા પડી જાય છે કે ગણેશની ઉપાસના વૈદિક નથી પરંતુ આમનું સ્વરૂપ અર્વાચીન કાળમાં પ્રચલિત થયું હતું. પરંતુ વેદ તેમજ આરણ્યોમાં ગણપતિ મંત્ર તેમજ ગણપતિ-ગાયત્રીની ઉપલબ્ધી થાય છે જેમના અધ્યયનથી આપણને જ્ઞાત થાય છે કે ગણપતિ ઉપાસના વેદવિહિત છે.

ગણેશ કે ગણપતિના નામની વિવેચના

મન્દ્વારા ગ્રાહ્ય તેમજ વાકદ્વારા વર્ણનીય સંપુર્ણ ભૌતિક જગતને 'ગ' કારથી ઉત્પન્ન થયેલ સમજો અને મન તેમજ વાક દ્વારા અતીત બ્રહ્મવિ દ્યાસ્વરૂપ પરમાત્માને 'ણ' કાર સમજો. આધ્યત્મ વિદ્યા પરમાત્માનું સ્વરૂપ છે- આધ્યાત્મવિદ્યા વિદ્યાનામ (ગીતા 10 32 ). પરમાત્માના ચિંતન તેમજ વર્ણન માટે મન તેમજ વાણી સમર્થ નથી.

' यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह।'
(तैत्तिरीय. २ । ४)
'न चक्षुषा गृह्यते नापि वाचा॥' (मुण्डकोपनिषद् ३ । ८)


આ ભૌતિક જગત તેમજ આધ્યાત્મ વિદ્યાના સ્વામી ગણેશ કહેવાય છે-

मनोवाणीमयं सर्वं गकाराक्षरसम्भवम्‌।
मनोवाणीविहीनं च णकारं विद्धि मानद।
तयोः स्वामी गणेशोऽयं योगरूपः प्रकीर्तितः॥
सम्प्रज्ञातसमाधिस्थो गकारः कथ्यते बुधैः।
असम्प्रज्ञातरूपं वै णकारं विद्धि॥
तयोः स्वामी गणेशोऽयं शान्तियोगमयस्सदा॥

'ગ' કાર સમ્પ્રજ્ઞાત સમાધિના કે પછી 'ણ' કાર અસમ્પ્રજ્ઞાત- સમાધિના સ્વરૂપ છે. આ બંનેના સ્વામી ગણેશ કહેવાય છે.
गकारः कण्ठोर्ध्वं गजमुखसमो मर्त्यसदृशो
णकारः कण्ठाधो जठरसदृशाकार इति च॥
अधोभागः कट्यां चरण इति हीशोऽस्य च तनुः। (गणेशमहिम्नः स्तोत्र ९)

'ગ' કાર કંઠના ઉર્ધ્વ ભાગ ગજમુખનો તેમજ 'ણ' કાર કંઠ દ્વારા ઉદર સુધીના ભાગ તેમજ 'ઈશ' કટિ તેમજ ચરણનો સંકેત આપે છે.
સંબંધિત જાણકારી શોધો