મુખપૃષ્ઠ » ધર્મ » તહેવારો » ગણેશોત્સવ » ગજાનન થવાનું રહસ્ય
 
W.D

यस्माज्जातमिदं यत्र ह्यन्ते गच्छति महामते।
तद्वेदे गजशब्दाख्यं शिरस्तत्र गजाननः॥ (मुद्गलपुराण)

'ગકાર' થી ગમન (લય) અને 'જકાર' થી જન્ય (ઉત્પત્તિ)ની તરફ સંકેત કરવામાં આવ્યો છે. આ બંને અક્ષર વેદની અંદર ગજ નામથી પ્રસિદ્ધ છે. આને લીધે જ ગણેશને ગજાનન કહેવામાં આવે છે. ગણેશનું ગજવદન સંપુર્ણ જગતના સૃજન, પાલન તેમજ લયની સુચના આપે છે-
'सर्वं जगदिदं त्वत्तो जायते।
सर्वं जगदिदं त्वत्तस्तिष्ठति।
सर्वं जगदिदं त्वयि लयमेष्यति।' (गणपत्यथर्वशीष. ५)

એકદંતનું રહસ્ય

एकशब्दात्मिका माया देहरूपा विलासिनी।
दन्तस्सत्तात्मकः प्रोक्तः.....।
मायाया धारकोऽयं वै सत्तामात्रेण संस्थितः।


એક શબ્દ બાહ્ય શરીરરૂપી માયાનો તેમજ દંત શબ્દ સત્તારૂપ પરમાત્માનો સંકેત છે. એકદંત શબ્દ માયાનું આલંબન કરતાં ગણેશનો બોધક હોય છે.

ચતુર્ભુજનો સંકેત

ગણપતિ જળતત્વના અધિપતિ છે. જળના ચાર ગુણ હોય છે- શબદ, સ્પર્શ, રૂપ તેમજ રસ. સૃષ્ટિ પણ ચાર પ્રકારની હોય છે- સ્વેદજ, અણ્ડજ, અભ્દિજ્જ તેમજ જરાયુજ. જીવ કોટિના ચાર પુરૂષાર્થ હોય છે- ધર્મ, અર્થ, કામ અને મોક્ષ.

चतुर्विधं जगत्सर्वं ब्रह्म तत्र तदात्मकम्‌।
हस्ताश्चत्वार एवं ते....॥
स्वर्गेषु देवताश्चायं पृथ्व्यां नरांस्तथातले।
असुरान्नागमुख्यांश्च स्थापयिष्यति बालकः॥
...... तस्मान्नाम्ना चतुर्भुजः॥

જગચાલક ગણેશે દેવતા, માનવ, નાગ તેમજ અસુર- આ ચારેયને સ્વર્ગ, પૃથ્વી તેમજ પાતાળમાં સ્થાપિત કર્યા આનો સંકેત ચતુર્ભુજ આપે છે.

ગીતાના અનુસાર ભગવાનના ચાર ભક્ત આ પ્રકારના હોય છે. 'आर्तो 'जिज्ञासुरर्थार्थी ज्ञानी च॥' (७ । १६)

ભગવત્પ્રાપ્તિના પણ ચાર રીતના સાધન 'परमगुह्यरूप' માં ગીતામાં વર્ણિત છે-
'मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु।'
(गीता १८ । ६५)

મનથી ભગવતચિતન કરતાં મનને ભગવંતમય બનાવવું, ભગવાનમાં ભક્તિ રાખવી, ભગવાનની અર્ચના કરવી, ભગવાનને નમસ્કાર કરવા, આવું કરવાથી કયું ફળ પ્રાપ્ત થાય છે?

'मामेवैष्यसि सत्यं...॥'
'वह मुझे ही प्राप्त होता है।'

આ ચાર પ્રકારના સાધનોનો સંકેત પણ ચાર ભુજાઓ દ્વારા મળે છે. આ રીતે વિનાયકના ચાર હાથ ચતુર્વિધ સૃષ્ટિ, ચતુર્વિધ પુરૂષાર્થ, ચતુર્વિધ ભક્તિ તેમજ ચતુર્વિધ પરમ ઉપાસનાનો સંકેત કરે છે.
સંબંધિત જાણકારી શોધો