મુખપૃષ્ઠ » ધર્મ » તહેવારો » ગણેશોત્સવ » ગણેશજીના સાધન
 
W.D

સામાન્ય રીતે ગણેશજીના ચાર સાધન હોય છે-

પાશ અંકુશ વરદહસ્ત અભયહસ્ત

કહેવાય છે કે પાશ રાગનું તેમજ અંકુશ ક્રોધનું સંકેત છે અથવા એવું પણ સમજી શકાય કે શ્રી ગણેશ પાશ દ્વારા ભક્તોના પાપ-સમુહો તેમજ બધા જ પ્રારબ્દનું આકર્ષણ કરીને અંકુશ દ્વારા તેમનો નાશ કરે છે. તેમનો વરદહસ્ત ભક્તોની ઈચ્છાપૂર્તિ તેમજ અભ્યહસ્ત બધા જ ભયમાંથી મુક્તિ અપાવે છે.

વક્રતુંડ

બધા જ પ્રાણીઓને ભ્રાંતિમાં નાખનાર ભગવાનની માયા વક્ર એટલે કે દુસ્તર છે. તે માયાનું પોતાના તુંડ દ્વારા હનન કરવાને લીધે શ્રી ગણેશજી વક્રતુંડ કહેવાય છે-

माया भ्रान्तिकरी जन्तोर्वक्रा संकथिता मुने।
तुण्डेन तां निहन्तीह तेनायं वक्रतुण्डकः॥

ગીતામાં પણ કહેવામાં આવ્યું છે કે ભગવાનની માયા દુસ્તર છે. એટલા માટે જે ભગવાનને શરણે જાય છે તે જ માયાને પાર કરી શકે છે.

दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया।
मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते॥

ભગવાન જ બધા જીવોને માયા દ્વારા ભ્રમણ કરાવે છે-

'भ्रामयन्‌ सर्वभूतानि यन्त्रारूढानि मायया॥' (गीता १८ । ६१)

આ દુરસ્ત માયામાંથી છુટકારો મેળવવાની ઈચ્છાવાલા શરણાપન્ન ભક્તોને માયાથી છુટકારો આપીને પરમપદ આપવાથી જ તે ભગવાન 'વક્રતુંડ' કહેવાય છે. આ રીતે જોઈએ તો વક્રતુંડને શ્રીકૃષ્ણ સમજવામાં પણ કોઈ બાધા નથી.

ગણેશજીનું સ્વરૂપ વક્ર એટલે કે દુર્જ્ઞેય છે. વિધ્ન વક્ર સુખ પ્રાપ્તિ નિરોધ દ્વારા કષ્ટને લીધે થાય છે. આ વક્ર રૂપોના અધિપતિ હોવાને લીધે ભગવાન વક્રતુંડ વિધ્નેશ કહેવાય છે.

'कण्ठाधो मायया युक्तं मस्तकं ब्रह्मवाचकम्‌।
वक्राख्यं येन विघ्नेशस्तेनायं वक्रतुण्डकः॥

ભગાવત્સ્વરૂપની દુર્જ્ઞેયતાની સુચના ગીતામાં પણ જોઈ શકીએ છીએ-

नाहं प्रकाशः सर्वस्य योगमायासमावृतः।
मूढोऽयं नाभिजानाति....॥

'अवजानन्ति मां मूढा....।'

જે ભગવાનના ભજન નથી કરતો, તેને નિરાશ કરે છે, પોતાના કર્મોનું વાંછિત ફળ ન મળવું વગેરે વિધ્ન તેને પ્રાપ્ત થાય છે. તે જ વિધ્ન પદથી સુચિત છે.

'मोघाशा मोघकर्माणो....।' (गीता ९ । १२)

આ વક્રરૂપ વિધ્નોનું નિવારણ કરીને ભક્તોને ભોગ-મોક્ષ પ્રદાન કરવાને લીધે આ વક્રતુંડ કહેવાય છે. જેની સુચના ગીતામાં પણ 'अनन्याश्चिन्तयन्तो... योगक्षेमं वहाम्यम्‌' (९ । २२) વગેરે વાક્યો દ્વારા મળે છે.

શૂર્પ કર્ણ

શૂર્પ જેવા ચોખાને ઘાસ-ફૂલ વગેરે વડે શુદ્ધ કરીને ભોજનને યોગ્ય બનાવે છે. તે જ રીતે ભગવાન ગણેશજી પણ પોતાના ઉપાસકોના અજ્ઞાનરૂપ ધૂળને ઉડાળીને જ્ઞાન-દાન આપે છે. અજ્ઞાનેનાવૃતં જ્ઞાનમ (ગીતા 5 15) માયાથી આવૃત સાધક પરબ્રહ્મને નથી મળતો. એતલા માટે માયાને દૂર કરીને બ્રહ્મ સાક્ષાત્કાર કરવાનો સંકેત શૂર્પકર્ણ આપે છે.

रजोयुक्तं यथा धान्यं रजोहीनं करोति च।
शूर्पं सर्वनराणां वै योग्यं भोजनकाम्यया॥
तथा मायाविकारेण युतं ब्रह्म न लभ्यते।
त्यक्तोपासनकं तस्य शूर्पकर्णस्य सुन्दरि॥
शूर्पकर्णं समाश्रित्य त्यक्त्वा मलविकारकम्‌।
ब्रह्मैव नरजातिस्थो भवेत्तेन तथा स्मृतः॥

નાગ યજ્ઞોપવીત તેમજ માથા પર ચંદ્રમા

નાગ-યજ્ઞોપવીત કુંડલીનીનો સંકેત છે તેમજ માથા પર ચંદ્રમા સહસારની ઉપર સ્થિત અમૃતવર્ષક ચદ્રમાનું પ્રતીક છે.

મુષક વાહન

ભક્તોના હૃદયમાં ચોરની જેમ સંતઈ રહીને બધા જ મનુષ્યોને ચલાવવાનો સંકેત મુષક દ્વારા મળે છે-
द्वंन्द्वं चरसि भक्तानां तेषां हृदि समास्थितः।
चोरवत्तेन तेऽभूद्वै....॥
मूष स्तेये तथा धातुः ....।
ईश्वरः सर्वभोक्ता च चोरवत्तत्र संस्थितः॥
स एव मूषकः प्रोक्तो मनुजानां प्रचालकः।

ઈશ્વર બધા જ જીવોના હૃદયની અંદર સંતાયેલ છે તે વાત સાચી છે જે ગીતોક્ત પણ છે-

ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति।
भ्रामयन्‌ सर्वभूतानि यन्त्रारूढानि मायया॥ (१८ । ६१)

આનાથી પણ સિદ્ધ થાય છે કે ગણેશજી શ્રીકૃષ્ણથી અલગ છે.
સંબંધિત જાણકારી શોધો