મુખપૃષ્ઠ » ધર્મ » તહેવારો » ગણેશોત્સવ » રંગો દ્વારા ગણેશ ભક્તિ....
 
આજથી શરૂ થઇ રહેલ ગણેશ ચતુર્થીની ઉજવણીમાં સૌ કોઇ પોતાની ભક્તિ અને શક્તિ મુજબ પૂજા, અર્ચન કરી સુખકર્તા, દુ:ખહર્તા ગણેશને રીઝવશે. પરંતુ મહેસાણા ફાઇન આર્ટસ કોલેજના અધ્યાપક સતિષભાઇ ત્રિવેદીની શૈલી કંઇક વિશિષ્ટ છે. મંગલમૂર્તિ ગણેશને પોતાના ગુરૂ માનતા આ અધ્યાપક પોતાના વ્યવસાયથી પ્રેરાઇ રંગો દ્વારા અનોખી ગણેશ ભક્તિ કરી રહ્યા છે.

PRP.R
મહેસાણા નજીક આવેલા લાડોલ ગામના વતની એવા સતિષભાઇ ત્રિવેદીની કલા ધ્યાન આકર્ષક છે. તેમણે દોરેલા ચિત્રો જોઇ આફરીન બોલી જવાય તેમ છે. પરંતુ ગેણશ સાથેની તેમની મસ્તી જોઇ દંગ રહી જવાય છે. ગણેશના દોરેલા ચિત્રોમાં દર્શાવાયેલી ચંચળતા મનને સ્પર્શી જાય તેમ છે.

મનમાં રમી રહેલા ગણેશના ભાવને તેઓ પુરી લગનથી પુરા ભાવથી કાગળ ઉપર હુબહું ઉતારે છે. તેઓ એટલા બધા ગણપતિમય બની ગયા છે કે તે બાળ ગણેશને ક્રિકેટ રમાડે છે તેમજ અન્ય બાળકો સાથે દોડાવે પણ છે. રિધ્ધિ સિધ્ધ સાથે બજારમાં ખરીદી કરવા જતા ગણપતિને તેઓ સંગીતની આરાધના પણ કરાવે છે. ગજાનનને વિવિધ અદાઓમાં દર્શાવવાની તેમની કલ્પના દાદ માગે તેવી છે.

રંગબેરંગી રંગોથી ગણેશ ભક્તિ કરી રહેલા સતિષભાઇ આ અંગે જણાવે છે કે, દેવો પણ જેમના નામથી પોતાના કાર્યોની શરૂઆત કરે છે એવા ભગવાન ગણેશનું વ્યકિતત્વ અનોખું છે. બાળ ગણેશમાં રહેલી ચંચળતા, ચપળતા અદભૂત છે. સાથોસાથ તેમની ગંભીરતા, જ્ઞાનદાતા સહિતના ભાવ ગંભીર હોવા છતાં એકદમ સહજ છે. જેને આ કાગળ ઉપર ઉતારવી સરળ છે. ગણેશની ખાસીયત એ છે કે તેઓ દરેક આકારમાં દરેક રૂપમાં સમાઇ જાય છે. જેથી તેમના ચિત્રો બનાવ્યા છે.
PRP.R
ચિત્રકળા અંગે તેઓ જણાવે છે કે, નાનો હતો ત્યારથી જ આડી આવળી રેખાંકનો ખેંચવાનો શોખ હતો. એમાં વળી ગામના મંદિરમાં પૂજા કરવાનો અવસર મળતાં એક મનમાં આધ્યાત્મિકતા પાંગરી હતી. સમય જતાં ચિત્ર કળાનો વ્યવસાય અપનાવતાં આજે આ બંનેનો સમન્વય સાધી રહ્યો છું. મનમાં ઉઠતા ભાવને કાગળ ઉપર ઉતારતો હતો. પરંતુ તેનું કલેકશન કરતો ન હતો પરંતુ કોલેજના પ્રિન્સિપાલ હરીભાઇ પટેલ સહિત સ્ટાફની મહેતનથી આ અંગે ઘણું પ્રોત્સાહન મળ્યું છે. આજે ચિત્રકળા દ્વારા ભગવાનની પૂજા અર્ચના કરી રહ્યો છું જે દ્વારા અલૌકિક ભાવ જન્મે છે, મન આનંદિત બની ઉઠે છે.
સંબંધિત જાણકારી શોધો