મુખપૃષ્ઠ » ધર્મ » તહેવારો » ગણેશોત્સવ » અષ્ટવિનાયક શ્રી ગણેશ ભગવાન
 

મહોદર

महोदर इति ख्यातो ज्ञानब्रह्मप्रकाशकः।
मोहासुरस्य शत्रुर्वै आखुवाहनगः स्मृतः॥

મહોદર નામ થી વિખ્યાત અવતાર જ્ઞાન બ્રહ્મના પ્રકાશક છે અને મોહાસુરના વિનાશક અને મૂષક વાહન બતાવવામાં આવ્યા છે.

પ્રાચીન કાળમાં તારક નામનો અત્યંત દારુણ અસુર હતો. તે બ્રહ્માના વરદાનથી ત્રિલોકનો સ્વામી બની ગયો હતો. તેના શાસન દરમિયાન દેવતા અને મુનિ ખૂબ દુ:ખી હતા. તે વનોમાં રહીને પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા હતા. દેવતાઓ અને ઋષિયોએ લાંબા સમય સુધી શિવનું ધ્યાન કર્યુ. શંકર ભગવાન સ્માધિસ્થ હતા. આથી દેવતાઓ અને મુનિયોએ માતા પાર્વતીની શરણ લીધી.

માતા પાર્વતી અત્યંત રુપવતી યુવતી ભીલનીના રૂપમાં શિવના આશ્રમમાં ગઈ. તે સુગંધિત ફુલોની પસંદગી કરીને અત્યંત મોહ ઉત્પન્ન કરી રહી હતી. ત્રિનયનની સમાધિ તૂટી. તેમણે આકર્ષિત કરનારી લાવળ્યવતીને ધ્યાનથી જોઈ જ હતી કે તે અદ્રશ્ય થઈ ગઈ. ત્યારે શિવના દ્વારા અત્યંત મોહિત પુરૂષ મોહ ઉત્પન્ન થયો. તે અત્યંત સુંદર અને જ્ઞાની હતો.

ધ્યાનથી પાર્વતીની લીલા સમજીને ભગવાન શંકરે ક્રોધિત થઈને કામદેવના શરીરને બાળી નાખ્યું. શાપમુક્ત થવા માટે કામદેવે મહોદરની આરાધના કરી. મહોદર પ્રકટ થયા, કામદેવ ગળગળા થઈને તેમની સ્તુતિ કરવા લાગ્યા.

પ્રસન્ન મહોદર બોલ્યા - હું શિવના શાપને તો દૂર નથી કરી શકતો, પણ તમને રહેવા માટે બીજુ શરીર આપી રહ્યો છુ. આમ કહીને તેમને કામદેવને નિવાસ યોગ્ય શરીર અને સ્થાનોનું વર્ણન કર્યુ.

મહામતે, યૌવન, નારી અને પુષ્પ, તમારા સુંદર સ્થાન છે. ગીત, પક્ષિયોનો મધુર કલરવ, વસંત નએ ચંદન તમારા સ્થાન છે. વિષયાસક્ત મનુષ્યોનો સંગ, ગુપ્ત અંગોનું દર્શન, મંદ વાયુ, સુંદર વાસ, નવા વસ્ત્ર અને આભૂષણ વગેરે મેં તમારા માટે નાના પ્રકારના શરીર નિર્મિત કર્યા છે. આ શરીરથી યુક્ત તું પહેલાની જેમ શંકરદિ દેવતાઓને પણ જીતી શકશો.

કામદેવની પ્રાર્થનાથી દયામય ગણેશે ફરી કહ્યુ - શ્રીકૃષ્ણના અવતરિત થયા પછી તુ તેમનો પુત્ર પ્રદયુમ્ન થઈશ.

गजाननः स विज्ञेयः सांख्येभ्यः सिद्धिदायकः।
लोभासुरप्रहर्ता वै आखुगश्च प्रकीर्तितः॥

જે ગજાનન નામનો અવતાર છે.(તે સાંખ્યબ્રહ્મ ધારક છે) તેને સિધ્ધિદાયક જાણવો જોઈએ. તે લોભાસુરનો સંહારક અને ભૂષક વાહન કહેવામાં આવ્યો છે.

લંબોધ

लम्बोदरावतारो वै क्रोधासुरनिबर्हणः।
शक्तिब्रह्माखुगः सद् यत्‌ तस्य धारक उच्यते॥

લંબોધર નામનો અવતાર ક્રોધાસુરનો નાશ કરવાવાળા છે. તે સત્સ્વરૂપ જે શક્તિબ્રહ્મ છે તેનો ધારક કહેવાય છે.

વિક

विकटो नाम विख्यातः कामासुरविदाहकः।
मयूरवाहनश्चायं सौरब्रह्मधरः स्मृतः॥
'વિકટ' નામથી પ્રસિધ્ધ અવતાર કામાસુરનો સંહારક છે. તે મયૂર વાહન અને સૌરબ્રહ્મનો ધારક માનવામાં આવ્યો છે.

વિધ્નરા

विघ्नराजावतारश्च शेषवाहन उच्यते।
ममतासुरहन्ता स विष्णुब्रह्मेति वाचकः॥

'વિધ્નરાજ' નામનો જે અવતાર છે, તેમનું વાહન શેષનાગ છે. તે વિષ્ણુબ્રહ્મનો ધારક અને મમતાસુરના વિનાશક છે.

ધૂમ્રવર્

धूम्रवर्णावतारश्चाभिमानासुरनाशकः।
आखुवाहन एवासौ शिवात्मा तु स उच्यते॥

ધૂમ્રવર્ણ નામનો અવતાર અભિમાનસુરનો નાશ કરવાવાળો છે. તે શિવ બ્રહ્મ છે. તેને પણ મૂષક વાહક જ કહેવાય છે.