સતીના વિરહમાં શંકરજીની દયનીય દશા થઈ ગઈ. તેઓ દરેક સમયે સતીનું જ ધ્યાન કરતાં હતાં અને તેમની જ ચર્ચામાં વ્યસ્ત રહેતાં હતાં. બીજી બાજુ સતીએ પણ શરીરનો ત્યાગ કરતાં સમયે સંકલ્પ કિર્યો હતો કે હું રાજા હિમાલયને ત્યાં જન્મ લઈને શંકરજીની અર્દ્ધાંગિની બનીશ. હવે જગદમ્બાનો સંકલ્પ વ્યર્થ તો જઈ ન શકે. તેમણે યોગ્ય સમય પર રાજા હિમાલયની પત્ની મેનકાના ગર્ભમાં પ્રવિષ્ટ થઈને તેમના ખોળે અવતાર લીધો. પર્વતરાજની પુત્રી હોવાને લીધે તે 'પાર્વતી' કહેવાયા. જ્યારે પાર્વતી મોટી થઈને લગ્ન લાયક થઈ ગઈ ત્યારે તેન અમાતા-પિતાને તેની લગ્નની ચિંતા થવા લાગી અને તેઓ તેને માટે એક યોગ્ય વરની શોધ કરવા લાગ્યા. એક દિવસ અચાનક દેવર્ષિ નારદ રાજા હિમાલયના મહેલમાં આવી પહોચ્યા અને પાર્વતીને જોઈને કહેવા લાગ્યા કે તેમના વિવાહ શંકરજીની સાથે થવા જોઈએ. કેમક તેઓ બધી જ રીતે પાર્વતી માટે યોગ્ય છે. પાર્વતીના માતા-પિતાને આ વાત સાંભળીને આનંદનું ઠેકાણું ન રહ્યું કે સાક્ષાત જગન્માતા સતી તેમને ત્યાં પ્રગટ થયા છે. તેઓ મનમાં પોતાને ખુબ જ ભાગ્યશાળી સમજવ લાગ્યા.
એક દિવસ અચાનક ભગવાન શંકર સતીના વિરહમાં ફરતાં-ફરતાં તે પ્રદેશમાં જઈ ચડ્યાં અને પાસેના ગંગાવતરણમાં તપસ્યા કરવા લાગ્યા. જ્યારે હિમાલયને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ પાર્વતીને લઈને શિવજીની પાસે ગયાં. ત્યાં રાજાએ શિવજીને વિનમ્રતાપૂર્વક પોતાની પુત્રીને સેવામાં ગ્રહણ કરવાની પ્રાર્થના કરી. શિવજીએ પહેલાં તો આનાકાની કરી, પરંતુ પાર્વતીની ભક્તિ જોઈને તેમના આગ્રહને ટાળી ન શક્યાં.
શિવજીની અનુમતિ મળ્યાં બાદ પાર્વતી દરરોજ પોતાની સખિયોંની સાથે તેમની સેવા કરવા લાગી. પાર્વતી હમેશા તે વાતનું ધ્યાન રાખતી હતી કે શિવજીને કોઈ પણ પ્રકારનું કષ્ટ ન થાય. તેઓ હંમેશા તેમના ચરણ ધોઈને ચરણોદક ગ્રહણ કરતીં હતી અને ખુબ જ ભક્તિભાવથી તેમની પૂજા કરતી હતી. આ રીતે પાર્વતીને ભગવાન શંકરની સેવા કરતાં ઘણો સમય પસાર થઈ ગયો હતો. પરંતુ પાર્વતી જેવી સુંદર બાળાની પાસે એકાંતમાં સેવા લેવા છતાં પણ શંકરના મનમાં ક્યારેય કોઈ વિકાર ન હોતો થયો. તેઓ હંમેશા પોતાની સમાધિમાં જ નિશ્ચલ રહેતાં હતાં.
બીજી બાજુ દેવતાઓને તારક નામનો રાક્ષસ ખુબ જ હેરાન કરી રહ્યો હતો. તે જાણીને કે શિવજીના પુત્ર દ્વારા જ તારકનું મૃટ્યું શક્ય છે તો બધા જ દેવતા શિવ-પાર્વતીના વિવાહ કરાવવાની ચેષ્ટા કરવા લાગ્યા. તેમણે શિવને પાર્વતીની પ્રત્યે અનુરક્ત કરવા માટે કામદેવને તેમની પાસે મોકલ્યાં પરંતુ પુષ્પાયુધનું પુષ્પબાણ પણ શંકરના મનને વિક્ષુબ્ધ ન કરી શક્યું. ઉલટુ કામદેવ તેમની ક્રોધાગ્નિથી ભસ્મ થઈ ગયાં. ત્યાર બાદ શંકર પણ ત્યાં વધારે સમય રહેવું તે પોતાની તપશ્ચર્યા માટે વિધ્નરૂપ સમજીને કૈલાસ તરફ ચાલી નીકળયાં. પાર્વતીને શંકરની સેવાથી દૂર થવાનું ખુબ જ દુઃખ થયું પરંતુ તેમણે નિરાશ ન થઈને હવે તપ દ્વારા શંકરને સંતુષ્ટ કરવાનો મનમાં નિશ્ચય કરી લીધો. તેમની માતાએ તેમને સુકુમાર અને તપના અયોગ્ય સમજીને ખુબ જ મનાવ્યાં તેથી તેમનું નામ 'ઉમા'- ઉ+મા (તપ ના કર)- પ્રસિદ્ધ થયું. પરંતુ પાર્વતી પર તેની કોઈ જ અસર ન થઈ. પોતાનના સંકલ્પથી જરા પણ ડગમગી નહિ. તે ઘરેથી નીકળીને શિખર પર તપસ્યા કરવા લાગી જ્યાં શિવજીએ તપસ્યા કરી હતી. તેથી તો લોકો તે શિખરને 'ગૌરી-શિખર' કહેવા લાગ્યા. ત્યાં તેમણે પહેલાં વર્ષે ફળાહાર વડે જીવન પ્સાર કર્યું, બીજા વર્ષે તેઓ (વૃક્ષોંના પાન) ખાઈને રહેવા લાગ્યા અને ત્યાર બાદ તો તેમણે પર્ણનો પણ ત્યાગ કરી દિધો અને તેથી તેઓ 'અપર્ણા' કહેવાયા. આ રીતે પાર્વતીએ ત્રણ હજાર વર્ષ સુધી તપસ્યા કરી. તેમની કઠોર તપસ્યાને જોઈને ઋષિ-મુનિ પણ ચક થઈ ગયાં. |