સામગ્રી-1 વાડકી મેદો, 100 ગ્રામ માખણ, 200 ગ્રામ કંડેસ્ડ મિલ્ક, અડધો કપ સોફ્ટ ડ્રિંક, 1/4 ચમચી વેનિલા એસેંસ, અડધી ચમચી બેકિંગ પાવડર, 1 મોટી ચમચી મિલ્ક તૂટી-ફ્રૂટી, અડધી વાડકી ઝીણા કાપેલા ડ્રાયફૂટ્સ. વિધિ - મેદો અને બેકિંગ પાવડર ચાળી લો. સાત ઈંચ ઊંડી બેકિંગ ટ્રે કે કોઈ બીજુ વાસણ લો અને તેમાં સારી રીતે ઘી લગાવો. માખણ ફૂલે ત્યાં સુધી તેને ફેંટો. કંડેસ્ડ મિલ્ક પાવડર નાખીને સારી રીતે ફેટો. જ્યારે તેમા પરપોટા ઉઠે ત્યારે મેદો અને બેકિંગ પાવડર નાખો. ત્યારબાદ ડ્રાયફૂટ્સ નાખો અને ધીરે ધીરે સોફ્ટ ડ્રિંક નાખો. હવે ઓવનમાં બેક કરવા માટે 15 મિનિટ સુધી મુકી રાખો. હવે કેક કાઢીને તેને આઈસિંગ શુગર વડે સજાવો. |