આપણો ભારત દેશ એટલે તહેવારોનો દેશ. અહીના તહેવારો એવા છે કે જે માનવીના જીવનમાં નવી તાજગી ભરી દે છે. માર્ચ થી જુલાઈ સુધી ગરમીથી ત્રાહીમામ થતો માણસ ઓગસ્ટમાં રીમઝીમ વરસાદ સાથે આવતા તહેવારોથી પ્રફુલ્લિત થઈ ઉઠે છે. આ તહેવારોમાંથી રક્ષા બંધન એક એવો તહેવાર છે જે એક પ્રેમનુ બંધન છે. આ તહેવાર એવો છે જે રક્ષા માટે પ્રેમથી બંધાતુ બંધન છે.
આમ તો રક્ષાબંધનની જાહેર રજા મુજબ રક્ષા બંધન 5મી ઓગસ્ટ બુધવારે છે. કેટલાક લોકોનુ કહેવુ છે કે પુનમ બે દિવસ એટલે કે 5મી ઓગસ્ટ અને 6ઠ્ઠી ઓગસ્ટે એટલેકે બુધ અને ગુરૂવારે બે દિવસ છે.