આ પૃથ્વી પર જ્યારે ભગવાનને અવતાર લેવો પડે છે ત્યારે તેઓ કોઈને કોઈ મકસદથી જ પૃથ્વી પર અવતરે છે. હિન્દુ ધર્મમાં શ્રીકૃષ્ણ અને રામ એક એવા અવતાર છે જેનો મહિમા ઘણો છે. કોઈ પણ અવતાર અવતરે ત્યારે તેમનો ઉદ્દેશ્ય દુર્ભાવનાઓનો નાશ અને સમાજમાં શ્રધ્ધા અને આસ્થાને જાગૃત કરવી એ જ રહ્યો છે.
ઈશ્વરમાં શ્રધ્ધા રાખવી એ કોઈ આડંબર નથી, ઈશ્વર તો એક એવી અલૌકિક શક્તિ છે જેના ભયને કારણે જ લોકો પાપથી દૂર રહે છે, એક દુ:ખ પછી પણ લોકો સુખના સૂરજના રૂપે ઈશ્વર તરફ દ્રષ્ટિ નાખે છે. આ શ્રધ્ધા જ તેમને જીવનના મોટા મોટા દુ:ખોને જીરવાની શક્તિ આપે છે. શ્રીરામનુ જીવન માણસને આદર્શ જીવન જીવવાની રાહ ચીંધે છે. રામના જીવનના દરેક પ્રસંગો આપણને....
|