મુખપૃષ્ઠ > ધર્મ > તહેવારો > શ્રાવણ મહિનો > શિવજીના પૌરાણિક શિવાલય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
શિવજીના પૌરાણિક શિવાલય

W.D
આમ તો દરેક શહેર અને ગામડામાં શિવજીના કેટલાયે શિવાલયો છે, જેમાં ઘણાં શિવાલયોનું પોતાનું અલગ પુરાતાત્વિક અને પૌરાણિક મહત્વ પણ છે. પુરાણોમાં બાર જ્યોતિર્લિંગ સિવાય શિવજીના પવિત્ર સ્થળોનો ઉલ્લેખ પણ મળે છે. દરેક સ્થળની સાથે જોડાયેલ અનેક કથાઓ છે તેમજ તેનું ખગોળીય મહત્વ પણ છે. આમ તો આપણે જાણીએ છીએ કે ભગવાન શિવના મહત્વના સ્થળો કયા કયા છે.

કૈલાશ પર્વત : કૈલાશ પર્વત ભગવાન શિવજીનું મુખ્ય નિવાસ સ્થાન છે. આ પર્વત ચીનના તિબેટના વિસ્તારમાં આવેલો છે. પર્વતની નજીક જ પવિત્ર માનસરોવર આવેલ છે જેમાં પાર્વતી માતા સ્નાન કરતાં હતાં. પુરાણોને અનુસાર આ સ્થળની નીચે જ પાતાળલોક છે જ્યાં ભગવાન વિષ્ણુ વિરાજમાન છે. કૈલાશ પર્વતના લાખો યોજન ઉપર બ્રહ્માનું સ્થાન માનવામાં આવે છે.

જ્યોતિર્લિંગ : જ્યોતિર્લિંગની ઉત્પત્તિ વિશે ઘણી માન્યતાઓ પ્રચલિત છે. વિક્રમ સંવતના અમુક સહસ્ત્રાબ્ધિ પુર્વ ઉલ્કાપાતનો ખુબ જ પ્રકોપ થયો હતો. આદિમાનવને આ રૂદ્રનો આવિર્ભાવ દેખાયો. શિવ પુરાણને અનુસાર તે સમયે આકાશમાંથી જ્યોતિ પીંડ પૃથ્વી પર પડ્યાં અને તેનાથી થોડી વાર માટે પ્રકાશ ફેલાઈ ગયો. આ જ ઉલ્કા પીંડ બાર જ્યોતિર્લિંગ કહેવાયા.

12 જ્યોતિર્લિંગ : 1. સોમનાથ, 2. મલ્લિકાર્જુન, 3. મહાકાલેશ્વર, 4. ૐકારેશ્વર, 5. વૈદ્યનાથ, 6. ભીમશંકર, 7. રામેશ્વર, 8. નાગેશ્વર, 9. વિશ્વનાથજી, 10. ત્ર્યંબકેશ્વર, 11. કેદારનાથ, 12. ધૃષ્ણેશ્વર.

અમરનાથ : આમ તો જમ્મૂ અને કાશ્મીરમાં કેટલાયે પ્રાચીન શિવ મંદિરો છે અને હિંદુ પંડિતો દ્વારા પલાયન કર્યા બાદ સેંકડો મંદિર તોડી દેવાયા છે પરંતુ વિશ્વ પ્રસિદ્ધ અમરનાથ તીર્થ સ્થળનું જ વધારે મહત્વ છે. આ તે સ્થળ છે જ્યાં ભગવાન શિવે માતા પાર્વતીને અમરત્વનું રહસ્ય જણાવ્યું હતું. આ સ્થળને અમરનાથની ગુફા કહેવામાં આવે છે. સ્થાનીક લોકો આને બર્ફાની બાબાની ગુફાના નામથી પણ ઓળખે છે. આ ગુફા શ્રીનગરથી ઉત્તર-પુર્વમાં 135 સહસ્ત્રમીટર દૂર સમુદ્રતટથી 13,600 ફૂટ ઉંચાઈ પર આવેલી છે. આ ગુફાની લંબાઈ 19 મીટર, પહોળાઈ 16 મીટર અને ઉંચાઈ 11 મીટર છે.
1 | 2  >>  
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
ઘણું બધુ
પાણી ચઢાવો અને શિવકૃપા મેળવો
ૐ નમ શિવાયની ગુંજ ગાજી ઉઠી