મુખપૃષ્ઠ > ધર્મ > તહેવારો > શ્રાવણ મહિનો > શિવજીના પૌરાણિક શિવાલય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
શિવજીના પૌરાણિક શિવાલય

W.D
અરૂણાચલેશ્વર મંદિર : આ ખુબ જ પ્રાચીન મંદિર છે જે એક વિશાળકાય પર્વત પર સ્થાપિત છે. તિરૂઅન્નામલાઈ નામના કસ્બામાં આવેલ આ મંદિર ચેન્નઈથી 187 કિલોમીટર દૂર છે. આ મંદિરની સાથે જોડાયેલ કથાનો શિવ પુરાણમાં પણ ઉલ્લેખ મળે છે. ભગવાન શિવના પંચભૂત ક્ષેત્રોમાંનું એક અરૂણાચલેશ્વર મંદિરને અગ્નિ ક્ષેત્ર માનવામાં આવે છે જ્યારે કે કાંચી અને તિરૂવરૂવરને પૃથ્વી, ચિદમ્બરમને આકાશ, કલષ્ટીને વાયુ અને તિરૂવનિકાને જળ ક્ષેત્ર માનવામાં આવે છે.

શ્રીકાલહસ્તી : આંધ્રપ્રદેશના તિરૂપતિ શહેરની પાસે પેન્નારજીની શાખા સ્વર્ણામુખી નદીના કિનારે વસેલ કાલહસ્તી નામના સ્થળ પર ભગવાન શંકરનું ખુબ જ પ્રાચીન મંદિર છે, જેનો ઉલ્લેખ પુરાણોમાં મળે છે. દક્ષિણ ભારતમાં આવેલ ભગવાન શિવના તીર્થસ્થળોમાં આ સ્થળનું વિશેષ મહત્વ છે. નદી કિનારાથી પર્વતના તટ સુધી ફેલાયેલ આ સ્થળને દક્ષિણ કૈલાશ અથવા દક્ષિણ કાશીના નામથી પણ ઓળખવામાં આવે છે.

સિદ્ધનાથ મહાદેવ : પાંડવોએ માલવા ક્ષેત્રમાં પાંચ શિવ મંદિર બનાવ્યાં હતાં તેમાંનું એક છે સિદ્ધનાથ મહાદેવનું મંદિર. આ મંદિર પુણ્ય સલિલા નર્મદાના કિનારે વસેલ નેમાવરમાં આવેલ છે. એવી લોકવાયકા પણ છે કે સિદ્ધનાથ મંદિરના શિવલીંગની સ્થાપના ચાર સિદ્ધ ઋષિ સનથ, સનન્દન, સનાતન અને સનતકુમારે સતયુગમાં કરી હતી. એટલા માટે આ મંદિરનું નામ સિદ્ધનાથ છે. હિંદુ અને જૈન પુરાણોમાં આ સ્થાનનો કેટલીયે વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મંદિરને બધા જ પાપોનો નાશ કરનાર સિદ્ધિદાતા તીર્થસ્થળ માનવામાં આવે છે.

કર્ણેશ્વર મહાદેવ : માલવાંચલમાં કૌરવો-પાંડવોએ કેટલાયે મંદિરો બનાવડાવ્યાં હતાં. જેમાંનું એક છે સેંઘલ નદીના કિનારે આવેલ કર્ણેશ્વર મહાદેવનું મંદિર. કરણાવદ (કર્ણાવત) નગરના રાજા કર્ણ અહીંયા બેસીને ગ્રામવાસીઓને દાન આપતાં હતાં એટલા માટે આ મંદિરનું નામ કર્ણેશ્વર મંદિર પડ્યું. મધ્યપ્રદેશના ઈંદોરથી 30 કિલોમીટર દૂર દેવાસ જીલ્લામાં આ ગામ આવેલું છે.

નટરાજ મંદિર ચિદંબરમ : તમિલનાડુમા ચિદંબરમના નટરાજ મંદિર ચેન્નઈ-તંજાવુર માર્ગ પર ચેન્નઈથી 245 કિમી દૂર આવેલ છે. પુરાણોને અનુસાર ભગવાન અહીંયા પ્રણવ મંત્ર 'ૐ'ના આકારમાં વિરાજમાન છે. ભગવાન શિવના પાંચ ક્ષેત્રોમાંથી એક છે ચિદંબરમ. આને શિવનું આકાશક્ષેત્ર કહેવામાં આવે છે. શિવ નટરાજ સ્વરૂપના નૃત્યના સ્વામી હોવાને લીધે ભરતનાટ્યમના કલાકારો માટે આ સ્થળ ખુબ જ મહત્વનું છે.
<< 1 | 2 
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
ઘણું બધુ
પાણી ચઢાવો અને શિવકૃપા મેળવો
ૐ નમ શિવાયની ગુંજ ગાજી ઉઠી