શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. તહેવારો
  4. »
  5. શ્રાવણ મહિનો
Written By વેબ દુનિયા|

શિવની ઉપાસના કલ્પવૃક્ષની પ્રાપ્તિ સમાન

W.D
શિવની ઉપાસના મનુષ્ય માટે કલ્પવૃક્ષને પ્રાપ્તિ સમાન છે. ભગવાન શિવ પાસેથી જેણે જે માંગ્યુ એ મળ્યુ. મહામૃત્યુંજય શિવની કૃપાથી માર્કળ્ડેય ઋષિએ અમરત્વ પ્રાપ્ત કર્યુ અને મહાપ્રલયને જોવાનો અવસર મળ્યો.

આચાર્યજીએ પોતાન પ્રવચનોમાં કહ્યુ કે દેવતા, દાનવ અને મનુષ્ય જ નહી સમસ્ત ચરાચરનો કોઈ ઈશ્વર છે તો એ છે સદા શિવ. ભગવાન શિવ પોતાની પાસે કશુ જ નથી રાખતા પરંતુ બધુ જ પોતાના ભક્તોને આપી દે છે.

ભસ્માસુરનો ઉલ્લેખ કરતા અચાર્યજીએ કહ્યુ શિવથી વરદાન લેનારોએ સાવધાની પણ રાખવી જોઈએ. શિવથી વરદાન લઈને અશિવ કાર્ય કરવાથી સ્વયંનુ નુકશાન થાય છે. શ્રી શૈલ શિખર પર વિરાજમાન ભગવાન શિવની સેવામાં સંપૂર્ણ પ્રકૃતિ રહે છે. મંદસુગંઘ પવન વન વૃક્ષોના સ્પંદનથી ધરતી ડોલાવે છે તો બીલપત્ર, આંકડા, પુષ્પ આદિથી તેમનો શ્રૃંગાર થતો રહે છે.

ગરજત-વરસતા મેઘ વરસાદથી સતત તેમનો અભિષેક કરે છે, રાત્રે ચંદ્રની કિરણો હિમ-તુષાર કિરણોથી આચ્છાંદન સેવા કરે છે. આવા આશુતોષ ભગવાનના દ્વારે જઈને ભક્તજન શ્રધ્ધાથી નતમસ્તક થઈને ધન્ય થઈ જાય છે.

તેમણે કહ્યુ છે કે 'હરિનામ સંકીર્તન અને પ્રભુ સુમિરનમાં એવી મહાશક્તિ છે જે જીવનમાં આવનારી મોટામા મોટી મુશ્કેલીના પહેલા જ નિવારણ કરી નાખે છે. વસ્તુત: મુશ્કેલીઓ તો શુ ભગવાનનુ નામ મહાપ્રલયની દિશા બદલવાની ક્ષમતા રાખે છે. મહંતજીએ કહ્યુ, મનુષ્યને પોતાના વ્યસ્ત જીવનમાં હરિનાથ સુમિરનને માટે થોડો સમય અવશ્ય કાઢવો જોઈએ. એ જ માણસના જીવનનો અસલી ખજાનો છે.