મુખપૃષ્ઠ » ધર્મ » તહેવારો » ઉત્તરાયણ » ઉત્તરાયણ...પક્ષીઓ માટે તોબા તોબા...
Bookmark and Share Feedback Print
 

ઉત્તરાયણના દિવસે જાણે કે આકાશમાં પતંગો છવાઇ જાય છે. પતંગ રસિકો પોતાની પતંગ કપાઇ ના જાય એની વેતરણમાં પડ્યા છે. પરંતું આ સમયે ગગનમાં વિહાર કરતા પક્ષીઓ માટે ડગલેને પગલે મોત ભમતું હોય છે. જાયે તો જાયે કહા એ ઉલજનમાં અટવાતા પક્ષીઓ બિચારા દોરીનો શિકાર બને છે. કેટલાય પક્ષીઓની પાંખો વિંધાય છે તો કેટલાક કમભાગી પક્ષીઓને જાનની બલિ પણ આપવી પડે છે. મસ્તીના પવિત્ર પર્વે આપણે એક વાતનું ધ્યાન રાખવું જોઇએ કે આપણી મસ્તીમાં પક્ષીઓનો ભાગ ના લઇએ.

આ થીમને લઇને સરકાર તથા સ્વૈચ્છિક સંસ્થાઓ આ દિવસે વિષેશ કામગીરી બજાવે છે. પતંગ પર્વ દરમિયાન ધાયલ પક્ષીઓની સારવાર માટે અમદાવાદ ખાતે એક રેસ્‍ક્‍યુ હોસ્‍પિટલ સહિત 10 ઇન્‍ફોર્મેશન સેન્‍ટર અને ચાર હેલ્‍પલાઇન કાર્યરત રહેશે અને ચાર મોબાઇલ વાહનો વનચેતના કેન્‍દ્ર અને હોસ્‍પિટલ વચ્‍ચે સતત દોડશે. પતંગ પર્વ દરમિયાન ધાયલ પક્ષીઓની સારવાર માટેની હેલ્‍પલાઇનના મોબાઇલ નંબરો (1) 93ર7633168, (ર) 9377943843, (3) 93ર7609743 અને (4) 93ર763ર98પ છે.

કોઇપણ પક્ષીને ઈજા થાય તો તેને નજીકના કેન્‍દ્ર પર પહોંચાડવા કેન્‍દ્રો ઊભા કરાયેલ છે. ઊભા કરાયેલ ઇન્‍ફોર્મેશન સેન્‍ટરમાં કાલુપુર, વાસણા, કૃષ્‍ણનગર, શાહીબાગ, નારણપુરા, વેજલપુર, દાદસાહેબના પગલાં, આશ્રમરોડ, રસાલા ગાર્ડનનો સમાવેશ થાય છે. જેતે વિસ્‍તારના જીવદયા પ્રેમીઓ અને નાગરિકોને ઈજાગ્રસ્‍ત પક્ષી જોવા મળે તો તેને નજીકના સેન્‍ટર ખાતે પહોંચાડવા.
 
સંબંધિત જાણકારી શોધો