અનેક રીતે વણખાતી ગુજરાતી ઉત્તરાયણને વધુ પ્રસિધ્ધિ કરવા માટે ગુજરાત સરકાર આગળ આવી છે. રાજ્ય સરકાર દ્વારા આ દિવસોમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
આ વર્ષે 10મીથી 14મી જાન્યુઆરી સુધી પાંચ દિવસ માટે અમદાવાદ ખાતે આંતર રાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં ભાગ લેવા માટે દેશ-વિદેશથી ખૂબ મોટી સંખ્યામાં મહેમાનો ઉમટી પડયા છે. તેના કારણે શહેરની મોટાભાગની હોટેલો પહેલાં જ બુક થઈ ચુકી છે. ખૂબ મોટી સંખ્યામાં ભારત અને વિદેશોમાંથી લોકો પતંગોત્સવને માણવા માટે આવી રહ્યાં છે.
રાજ્ય સરકાર દ્વારા યોજાનારા પતંગોત્સવમાં અંદાજે પાંચ હજાર વિદેશોમાં રહેતાં ભારતીયો ભાગ લેશે અને તેમણે અમદાવાદમાં ફાઈવસ્ટાર હોટેલ્સ અને અન્ય કેટેગરીની હોટેલ્સમાં રૂમ બુક કરાવી દીધા છે. આ વર્ષે પતંગોત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. |