મુખપૃષ્ઠ > ધર્મ > તહેવારો > ઉત્તરાયણ > ગુજરાતમાં ઉડ્યો વિકાસનો પતંગ....
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ગુજરાતમાં ઉડ્યો વિકાસનો પતંગ....
ઉત્તરાયણમાં ઉડ્યો વિકાસનો પતંગ
હરેશ સુથાર
W.D

ઉત્તરાયણ પર્વનું જ્યોતિષ, ધાર્મિક સહિત ઘણી બધી રીતે ઘણું મહત્વ છે. સૂર્યનું મકર રાશિમાં આગમન થવાના આ પર્વને દરેક પ્રાંતમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. પરંતુ મોજ મસ્તીવાળી ઉત્તરાયણની મજા લેવી હોય તો ગુજરાત આવવું પડે. પરંતુ આજકાલ ગુજરાતની ઉત્તરાયણમાં વિકાસ નામનો વધુ એક પતંગ ઉડી રહ્યો છે.

એ કાપ્યો છેની થીમ પર મોજ મસ્તી સાથે ઉજવાતી ઉત્તરાયણ હવે ગુંદરપટ્ટીનું કામ કરી રહી છે. વર્તમાન મોદી સરકારે આ કામ કરી દેખાડ્યું છે. પતંગ, દોરી અને કીકીયારીઓ સાથેની મોજ મસ્તીવાળી પરંપરાગત ઉત્તરાયણને મોદીએ એક નવો આયામ આપ્યો છે.

આ દિવસોમાં લોકો આસપાસના મિત્રો, પાડોશીઓના પતંગ કાપવાની વેતરણમાં પડ્યા છે ત્યારે આ સરકાર રાજ્યના વિકાસ પતંગને ગુંદરપટ્ટી લગાડી રહી છે. અમદાવાદ ખાતે 10થી14 જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું જેમાં વિદેશીઓને આમંત્રણ અપાયું છે. પહેલી નજરે આ મહોત્સવમાં અવનવા પતંગો ઉડતા દેખાશે. પરંતુ ધારીને જોવો તો પતંગ મામુલી પતંગ નથી તે વિકાસનો પતંગ છે.

રાજ્ય સરકારે આ પતંગ મહોત્સવની અંદર એટલે કે 12-13 જાન્યુઆરીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-2009નું પણ આયોજન કર્યું છે. જેમાં દેશ વિદેશની કંપનીઓના ઉદ્યોગપતિઓ માટે લાલ જાજમ બિછાવાઇ છે કે આવો અમારો વ્યવહાર જોવો અને અહીં રોકાણ કરો.

2003ની શરૂ કરાયેલી અને દર બે વર્ષે યોજાતી આ સમિટ અંતર્ગત આ ચોથું આયોજન છે. એક બાજુ વૈશ્વિક મંદી ચાલી રહી છે છતાં આ સમિટને લઇને આ વખતે રાજ્યમાં અધધ કહી શકાય એવું રોકાણ આવે એવી આશા છે. ભલે હમણાં પવન પડી ગયો હોય પરંતુ એક વાત ચોક્કસ છે કે ગુજરાતનો પતંગ સદાય ઉંચે જ રહેશે.....
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
ઘણું બધુ
ઉત્તરાયણ સ્પેશિયલ, તલની વાનગીઓ
ઉત્તરાયણનું મહત્વ પણ જાણવા જેવું છે
ગુજરાતનુ સ્પેશ્યલ ઊંધિયુ
ઊમંગોની ઉત્તરાયણ....ગુજરાતમાં
મકરસક્રાંતિ, પોંગલ, લોહડી...
પતંગ મહોત્સવ બન્યો આકર્ષણ