સામગ્રી - રવો 1 કપ, સોયાબીનનો લોટ 1 ચમચી, મકાઈનો લોટ 1 ટેબલ સ્પૂન, અડદની દાળ 1 ટેબલ સ્પૂન, ગાજર અને વટાણા 1 કપ (ઝીણા સમારેલા).
અંકુરિત મઠ અને ચણા અડધો કપ, મીઠુ, કાળામરી સ્વાદમુજબ, તેલ 2 ટેબલ સ્પૂન, રાઈ, લીલા મરચાં, મીઠો લીમડો વધાર માટે, લીલા ધાણા અને નારિયળનુ છીણ સજાવવા માટે. લીબૂનો રસ 1 ટી સ્પૂન.
બનાવવાની રીત - સૌ પ્રથમ અડદદાળને એક કલાક માટે પલાળી દો. એક પેનમાં તેલ ગરમ કરીને વધારનો સામાન નાખીને દાળ સેકો. પછી ગાજર, વટાણા, મઠ નાખીને બફાવા દો. તેમા રવો, સોયાનો લોટ અને મકાઈનો લોટ નાખીને સારી રીતે સેકો. હવે ચણા બાફીને નાખો. સાથે જ મીઠુ, કાળામરી અને લીંબૂનો રસ નાખો. 5-6 કપ ગરમ પાણી નાખીને ત્યાં સુધી થવા દો જ્યા સુધી કડાહીમાંથી તેલ છુટુ ન પડે.
હવે ઉપમાના સાંચામાં કોપરાનુ છીણ, લીલાધાણા, સમારેલા ધાણા અને ટામેટા નાખો અને તેના ઉપર પોંગલ ભરીને સર્વિગ પ્લેટમાં કાઢીને ગરમા-ગરમ નારિયળની ચટની સાથે પૌષ્ટિક પોંગલ સર્વ કરો. |