શિવની પ્રાચીનતમ ભૂમિકા- વિંધ્વસની ભૂમિકા- તેમના ત્રણ મૂળ પક્ષોમાંની એક છે. મહાદેવના રૂપમાં બ્રહ્મા, વિષ્ણું અને શીવ એકમાં મળેલા દેખાય છે. શિવ ત્રિમૂર્તિ, શૈવ પુરાણોના મતાનુસાર પરમેશ્વરનું સાકાર રૂપ છે. ત્રિમૂર્તિમાં મધ્યવર્તી આકૃતિમાં બ્રહ્માંડના અનંત સારની મૂળ વિશેષતા-શાંતિ અને નિશ્ચિંતતાના સાકારા રૂપ જોવા મળે છે. અહીંયા શીવ વિષ્ણુથી એકાત્મક છે. તેમનામાં સૃષ્ટી અને વિનાશની બધી જ શક્તિઓ સંતુલિત છે અને તે સામંજસ્ય અને પરમાનંદની સ્થિતિમાં છે. આ સ્થિતિને ખાસ કરીને બંધ આંખો અને ચહેરાની વચ્ચે સ્વપ્ન જેવી છાયામાં અંકિત કરવામાં આવે છે. તેમના બે અન્ય પક્ષમાં સા6ભલવાની ધ્વનિના પ્રતિકથી અને વિંધ્વસને ત્રિશુળ દ્વારા ચિત્રિત કરવામાં આવે છે.
લોકપ્રિય દેવાંકન કલામાં શિવ ત્રિમૂર્તિના ત્રણેય ચહેરાઓ સ્વાભાવિક રીતે એકબીજાથી ઘણાં મળતાં આવે છે. કદાચ તેની આશા પણ કરવામાં આવે છે કેમ કે એક જ દેવતા પોતાના ત્રણ રૂપોમાં ચિત્રિત કરવામાં આવે છે. પરંતુ પ્રાચીન હિંદુ મૂર્તિકલાના શ્રેષ્ઠ ઉદાહરણોમાં જેવી રીતે કે એલીફેંટા ગુફાઓમાં, શિવના ત્રણ ચહેરાઓ ઉપર તેમના જુદી જુદી મુદ્રાઓ પર જુદા જુદા ભાવો અંકિત છે.
જેવું કે આપણે જોઈ ચુક્યા છીએ કે હિન્દુ ધર્મ પાયાની રીતે એકેશ્વરવાદી છે. દૈવી શક્તિના જુદા જુદા રૂપો જે ખાસ કરીને પરસ્પર વિરોધ અને પરસ્પર ખંડન કરવાવાળા હોય છે જેવી રીતે કે સૃજન, સંરક્ષણ અને વિંધ્વસ તે એક અને એકમાત્ર પરમ પુરૂષની જુદી જુદી અભિવ્યક્તિઓ છે જે બહુદેવત્વથી ઉપર છે અને તેનાથી દૂર રહે છે.
ત્રિમુખી શિવના અંકનથી આ એકતાને ચિત્રિત કરવામાં આવતું જે હિંદૂ પ્રજ્ઞાની મૂળ શિક્ષાથી છે. હિંદુ ધર્મ શિખાવાડે છે કે અનુભૂત સંસારના બધા જ સ્વરૂપો, પક્ષો અને અંતર્વિરોધોનો એક જ સ્ત્રોત છે.
|