મુખ પૃષ્ઠ > ધર્મ > હિન્દુ > હિન્દુ ધર્મ વિશે
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
હવે રામાયણ વધારે ભવ્ય
N.D

રામાયણની પ્રસ્તુતિકરણે વીસ વર્ષ પહેલાં આખા દેશની અંદર ટેલીવિઝનના પડદા પર જોરદાર ધૂમ મચાવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી ગણું બધું બદલાઈ ગયું પરંતુ જો કંઈ ના બદલાયું હોય તો તે છે લોકોની આ ધર્મગ્રંથ પ્રત્યેની આસ્થા. આ જ કારણ છે કે સોમવારથી ફરી આ રામકથા નાના પડદે અવિરત થવા જઈ રહી છે પરંતુ થોડીક નવી ફ્લેવર સાથે.

1987માં દૂરદર્શન પર રવિવારે દેખાડવામાં આવતાં આ ધારાવાહિકે લોકોને પોતાની દિનચર્યા બદલવા પર મજબૂર કરી દિધા હતાં. આ ધારાવાહિકે જે જાદુ ચલાવ્યો હતો તેના જેવું કોઈ બીજું ઉદાહરણ હજું સુધી સામે નથી આવ્યું. હવે નાના પડદા પર ફરીથી આ ધારાવાહિક પાછી ફરી રહી છે. 20 વર્ષ બાદ ફરીથી આ ધારાવાહિક બનાવવાની જવાબદારી સાગર પરિવારની પાસે છે.

નવી ટેકનીક, નવા કલાકારો, નવી ચેનલ અને નવા નિર્દેશકોએ આ રામકથાને પોતાની સૃજનનું માધ્યમ બનાવી છે. વડોદરાના 40 એકરમાં ફેલાયેલ સાગર સ્ટુડિયોનું દ્રશ્ય અત્યારે કોઈ પૌરાણિક સમય જેવું લાગે છે. મહેલો, રાજપ્રાસાદો અને ગુરૂકૂળના મોટા મોટા સેટ, રંગબેરંગેર સાફા બાંધેલા પુરૂષ અને પૌરાણિક સમયના કપડાઓમાં તૈયાર થયેલી મહિલાઓને જોઈને ચોખ્ખુ જણાઈ આવે છે કે સાગર સમૂહના કર્તાધર્તા પ્રેમ સાગર કહે છે કે હવે અમે આ જગ્યાને રામાયણ સ્ટુડિયો જ કહીએ છીએ. કેમ કે અહીંનું વાતાવરણ જ કંઈક આવું થઈ ગયું છે. આને ભગવાન રામની કૃપા પણ માની શકાય છે.
ઘણું બધુ
શિવ ત્રિમૂર્તિ
ગાયત્રી મંત્રનો અર્થ
મંગળ કળશનું મહત્વ
જીવન સાથેનો આપણો વ્યવહાર
ગંગા નદીની પ્રાકટ્ય કથા
પિતૃદોષનો સૌથી સહેલો ઉપાય-શ્રાધ્ધ