ઓશો એક વખત કોઈએ ઓશોને પુછ્યું કે તમારી નજરમાં વિજ્ઞાનનું ભવિષ્ય શું હશે?
ઓશો: હું વીસમી સદીનો માણસ છું અને સંપુર્ણ રીતે જીવીત છું અને હું ભવિષ્યની જરા પણ ચિંતા નથી કરતો અને ભુતકાળની પણ નહિ. મારૂ બધું જ જોર વર્તમાન પર છે કેમકે ફક્ત વર્તમાનનું જ અસ્તિત્વ છે. ભુતકાળ હવે રહ્યો નથી અને ભવિષ્ય આવ્યું નથી. બંનેમાંથી કોઈનું પણ અસ્તિત્વ નથી. તે પૈંગમ્બર પાગલ હતાં જે ભવિષ્યની ચિંતા કરતાં હતાં.
દુનિયામાં બે જ રીતના પાગલ લોકો છે એક તો તેઓ જે ભુતકાળની વાતો કરે છે અને બીજા થોડાક તે જેઓ હંમેશા ભવિષ્યની ચિંતા કરે છે. ભુતકાળની વાતો કરનારા લોકો ઈતિહાસવાદી, પુરાતત્વવાદી વગેરે હોય છે અને ભવિષ્યની વાત કરનારા પૈગમ્બર, કવિ અને કલ્પનાશીલ હોય છે. હુ તેમાંથી કોઈ જ નથી.
મારો બધો જ સંબંધ આ ક્ષણની સાથે છે. હું પૈગમ્બર નથી પણ એક વાત કહી શકુ છું કે આની હકીકતમાં કોઈની સાથે લેવડદેવડ નથી. આ હાલ અહીંયા જ બની રહ્યું છે. લોકો આંધળા છે એટલા માટે તે જોઈ નથી શકતાં.
મોટામાં મોટી વાત જે થઈ રહી છે અને જે પાછળથી સમજમાં આવશે તે છે ધર્મ અને વિજ્ઞાનનું મિલન, પૂર્વ અને પશ્ચિમનું મિલન, ભૌતિકતા અને આધ્યાત્મિકતાનું મિલન, બાહ્ય અને અંતરનું મિલન, અંતરમુખી અને બહારમુખીનું મિલન, પરંતુ આ ભવિષ્યમાં વિકસીત થશે અને મારો સંબંધ વર્તમાન સાથે છે અને હું ખુબ જ ખુશ છું કે કંઈક સારૂ થવાનું છે.
વિજ્ઞાન એકલું કેવળ આંધળુ છે અને માણસને તૃપ્તિ નથી આપી શકતું. આ તમને વધારે સારૂ શરીર આપી શકે છે, તમને સારૂ સ્વાથ્સ્ય આપી શકે છે, લાંબુ જીવન આપી શકે છે. આ તમને વધારે ભૌતિક બનાવી શકે છે. વધારે વિલાસીતા આપી શકે છે. હું આમાંથી કોઈની વિરુદ્ધમાં નથી. પરંતુ આ આ ફક્ત બહારની દુનિયાની વસ્તુઓ જ આપી શકે છે જે ફક્ત સુંદર છે. હું ઈચ્છું છું કે બધા જ લોકો સુંદર જીવન જીવે, આરામદાયક જીવન જીવે, વધારે વિલાસીતામાં, વધારે સ્વસ્થ, વધારે શિક્ષિત પરંતુ આ જ બધું નથી. આ ફકત જીવનની સતહભર છે કેંન્દ્ર નહિ.
ધર્મ કેંન્દ્ર ઉપલબ્ધ કરાવે છે તમને આત્મા આપે છે. આના વિના વિજ્ઞાન લાશ છે ફક્ત એક સુંદર લાશ. તમે લાશને રંગ-રોગાણ કરી શકો છો, તેને ધોઈ શકો છો, સુંદર કપડાં પહેરાવી શકો છો, પર અંતુ લાશ તો લાશ જ હોય છે ને. અને યાદ રાખો આ જ વાત ધર્મની સાથે પણ લાગુ થાય છે. ધર્મ એકલો પણ પર્યાપ્ત નથી. તે પણ તમને ભૂત બનાવી દે છે. એક પવિત્ર ભૂત.
|