મુખપૃષ્ઠ > ધર્મ > હિન્દુ > હિન્દુ ધર્મ વિશે > કોણ છે સાઈ અવતાર!
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
કોણ છે સાઈ અવતાર!

N.D
શિરડીના સાંઈ બાબાના વિશે કહેવામાં આવે છે કે તેઓ કયા ધર્મ અને જાતિના હતાં તે કોઈ નથી જાણતું. તેઓ મસ્જીદમાં રહેતા હતાં અને ભજન ગાતા હતાં. ભિક્ષુઓની જેમ ભિક્ષાટન કરતાં હતાં અને ધુણી ધખાવતાં હતાં.

લોકોને કહેતા કે અલ્લાહ માલિક છે, ભગવાન માલિક છે. તેમના ચમત્કારોની ચર્ચા દૂર દૂર સુધી ફેલાવાને લીધે તેમની આજુબાજુ ભક્તોની ભીડ લાગેલી રહેતી હતી. એવી માન્યતા છે કે 1918માં સાંઈ બાબાએ સમાધિ લીધી તે પહેલાં તેમણે કહ્યું હતું કે તેઓ ફરીથી જલ્દી જન્મ લેશે એટલે જે અવતરશે, પરંતુ તેમના કહ્યા પ્રમાણે કોઈ પ્રમાણ મળ્યાં નથી.

સમય-સમય પર કેટલાયે લોકોએ પોતાને સાઈં બાબા બતાવ્યાં અને પોતાનું એક સામ્રાજ્ય ઉભુ કરી લીધું કેમકે સાંઈની પ્રસિદ્ધિ જ એવી છે કે કોઈ પણ સાંઈના નામની તરફ ખેંચાઈ આવે છે. સાંઈ કહેવાથી જ માત્ર દુ:ખ દૂર થઈ જાય છે. પરંતુ આપણે નીચે આપેલ અવતારોને સાંઈ માની શકીએ કે નહિ તેનો નિર્ણય તો તમારે જ કરવાનો છે.

W.D
સત્ય સાંઈ બાબા: સત્ય સાંઈ બાબાનો જન્મ 23 નવેમ્બર 1926માં આંધ્રપ્રદેશના પુટ્ટીપર્તી ગામમાં થયો હતો. જન્મ નામ સત્યનારાયણ રાજુ. સત્યનારાયણ રાજુએ સૌથી પહેલાં 1940માં પોતાને સત્ય સાંઈ બાબા ઘોષિત કર્યા હતાં. મોટા મોટા વાંકળીયા વાળ અને શાંત સ્વભાવવાળા રાજુના ભક્તોની સંખ્યા લાખોમાં છે. દેશી-વિદેશી બધા જ પ્રકારના ભક્તો પ્રશાંતિ નિલયમમાં એકઠા થઈને બાબાના દર્શનનો લાભ લે છે. તેમના ચરણોમાં રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીઓ પણ માથા નમાવે છે.

P.R
સાંઈ દાસ બાબા : 13 ઓક્ટોમ્બર 1945માં શ્રીકાંત મિશ્રાનો જન્મ થયો હતો. આ બૈતુનના રહેવાસી છે. આમના વાળ પણ સત્ય સાંઈ બાબાની જેમ વાંકળીયા છે. લોકો આમને પણ સાંઈનો અવતાર કહે છે પરંતુ તેમણે પોતાની જાતને સાંઈનો દાસ માની લીધો છે.

અનિરુદ્ધ બાપુ: કહેવાય છે કે સાંઈ બાબાએ સમાધિ લીધી તે પહેલાં તેમની અમુક વસ્તુઓ તેમના પ્રિય શિષ્યને આપી હતી અને કહ્યું હતું કે જ્યારે હું ફરીથી જન્મ લઈશ ત્યારે આ વસ્તુઓ લેવા માટે આવીશ. ત્યારથી આ વસ્તુઓને પેઢી દર પેઢી સલામત રીતે રાખવામાં આવી છે. પછી એક દિવસ એક વ્યક્તિએ આવીને કહ્યું કે મને મારી વસ્તુઓ પાછી આપો અને તે બધી વસ્તુઓના તે વ્યક્તિએ નામ પણ જણાવ્યાં. તે વ્યક્તિ જ સાંઈ છે તેવું અનિરુદ્ધના ભક્તો કહે છે.

P.R
અનિરુદ્ધ જોશીનો જન્મ 18 નવેમ્બર 1956માં મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રિપુરારી પુર્ણિમાના દિવસે થયો હતો. ડો. અનિરુદ્ધે પણ પોતાને સાંઈ ઘોષિત કરી રાખ્યાં છે. તેમના ભક્તો તેમને અનિરુદ્ધ બાપુ અથવા સાંઈ કહે છે. તેઓ ઉપરના સાંઈ બાબા જેવા કપડાં નથી પહેરતા પરંતુ સુટ-બુટમાં રહે છે. તેમના ભક્તો શનિવારના દિવસે તેમની આરાધના કરે છે. તેમણે પોતાના નામનો મંત્ર પણ કાઢ્યો છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
વિજ્ઞાન અને ધર્મનો સમંવય
શાંતિ સ્ત્રીનો સ્વભાવ છે
ધર્મ શું છે?
ઓછુ બોલો પણ યોગ્ય બોલો
જલારામજીની બાધા અને વિધિ
જલારામ જંયતિ