હિન્દુ ધર્મ વિશે | આજનું પંચાંગ | તીર્થ સ્થળ | ચોઘડિયા | દેવ/દેવીઓ | આરતી સંગ્રહ | તહેવારો
મુખપૃષ્ઠ » ધર્મ » હિન્દુ » હિન્દુ ધર્મ વિશે » ભગવદ્દ ગીતા અનુસાર પૂજાનું ફળ
Feedback Print Bookmark and Share
 

કાડક્ષત: કર્મણાં સિદ્ધિ, યજન્ત ઈહ દેવતા:|
ક્ષિપ્રં હિ માનુષે લોકે સિદ્ધિર્ભવર્તિ કર્મજા॥

અર્થાત આ મનુષ્ય લોકમાં કર્મના ફળને ઈચ્છનારા
Krishna
ND
N.D
લોકો દેવતાઓનું પૂજન કર્યા કરે છે, કારણ કે, તેઓને કર્મોથી ઉત્પન્ન થનારી સિદ્ધિ જલ્દી જ મળી જાય છે. યજ્ઞાદિ કર્મોથી ઈંદ્રાદિ દેવતાઓની ઉપાસના કરવાનો અધિકાર મનુષ્ય યોનિમાં જ છે. અન્ય યોનિઓમાં નથી. આ ભાવ દેખાડવા માટે અહીં 'ઈહ' અને 'માનુષે' સહિત 'લોકે' પદનો ઉપયોગ કરવામાં આવ્યો છે.


તેનો ભાવ એ છે કે, જેની સાંસારિક ભોગોમાં આશક્તિ છે, જે પોતાના ઉપર કરવામાં આવેલા કર્મોનું ફળ સ્ત્રી, પુત્ર, ધન, મકાન અથવા માન- પ્રતિષ્ઠાના રૂપમાં પ્રાપ્ત કરવા માંગે છે.

તેમનું વિવેક જ્ઞાન નાના પ્રકારના ભોગવિલાસથી ઢકાયેલું રહેવાના કારણે તે મારી ઉપાસના ન કરીને કામના પૂર્તિ માટે ઈંદ્રાદિ દેવતાઓની ઉપાસના કર્યા કરે છે કારણ કે, આ દેવતાઓનું પૂજન કરનારાઓને તેમના કર્મોનું ફળ તરત જ મળી જાય છે. દેવતાઓનો એ સ્વભાવ છે કે, તે એ વાત વિચારતા નથી કે, ઉપાસનાથી અમુક વસ્તુ દેવામાં તેમનું વાસ્તવિક હિત છે કે, નહીં.

તે જોવે છે કે, કર્માનુષ્ઠાનની વિધિ પૂર્ણ છે કે, નહીં. સાંગોપાંગ અનુષ્ઠાન સિદ્ધ થવા પર તે તેનું ફળ જે તેના અધિકારમાં હોય છે અને જે એ કર્માનુષ્ઠાનના ફળરૂપમાં વિહિત હોય છે તે જ આપે છે. પરંતુ હું એવું નથી કરતો, હું મારા ભક્તોના વાસ્તવિક હિત-અહિત વિચારીને તેમની ભક્તિના ફળની વ્યવસ્થા કરુ છું.

મારા ફક્ત જો સકામ ભાવથી મારું ભજન કરે છે તો હું પણ તેમની કામનાની પૂર્તિથી તેમના વિષયોથી વૈરાગ થઈને મારામાં પ્રેમ અને વિશ્વાસ વધારું છું. અર્થાત સાંસારિક મનુષ્યોને મારી ભક્તિનું ફળ જલ્દી મળતું દેખાતું નથી અને એટલા માટે તે મંદબુદ્ધિ મનુષ્ય કર્મોનું ફળ જલ્દી પ્રાપ્ત કરવાની ઈચ્છાથી અન્ય દેવતાઓનું જ પૂજન કર્યા કરે છે. આ પ્રકારે ભગવાને કહ્યું છે કે, સાંસારિક મોહ-માયામાં ફસાયેલો વ્યક્તિ દેવાઓના પૂજન થકી ત્વરિત ફળ પ્રાપ્ત કરી લે છે.
સંબંધિત જાણકારી શોધો