ભારતીય કેલેંડર મુજબ 16 માર્ચના રોજ સૂર્યોદયની સાથે જ શરૂ થનાર નવા વર્ષ પર મંત્રોચ્ચાર અને શંખ ધ્વનિ સાથે સૂર્યને અર્ઘ્ય આપવામાં આવશે. સનાતન સંસ્કૃતિને ધ્યાનમાં રાખતા નવવર્ષ-સંવત્સર પ્રતિપદા મહોત્સવ (ગુડી પડવા)નુ આયોજન કરવામાં આવશે.
ગુડી પડવો 16 માર્ચ મંગળવારથી હિન્દુ નવ સંવત્સરની શરૂઆત થઈ રહી છે. આ દિવસથી ચૈત્ર નવરાત્ર શરૂ થશે, જેનુ સમાપન 24 માર્ચના રોજ રામનવમી પર થશે. મંગળવારે 16 માર્ચથી શરૂ થઈ રહેલ નવ સંવત્સર 2067 પર ઘણા સંગઠનો દ્વારા હિન્દુ નવવર્ષનુ સ્વાગત કરવામાં આવશે. બીજા દિવસે 17 માર્ચના રોજ ચેટીચંડ પર સિંધી સમાજ દ્વારા ગુરૂદ્વારોમાં વિશેષ કાર્યક્રમોની સાથે ચલ સમારંભ પણ આયોજીત કરવામાં આવશે.
બીજી બાજુ ચૈત્ર નવરાત્ર દરમિયાન બધા દેવી મંદિરોમાં દરરોજ શ્રધ્ધાળુઓ દ્વારા પૂજા-પાઠ સાથે જ માતાને જળ, પુષ્પ વગેરે અર્પણ કરવાનો સિલસિલો પૂરા નવ દિવસ સુધી ચાલશે. ઘણા શ્રધ્ધાળુઓ પૂરા નવ દિવસ વ્રત, ઉપવાસ પણ કરશે.