હિન્દુ ધર્મ વિશે | આજનું પંચાંગ | તીર્થ સ્થળ | ચોઘડિયા | દેવ/દેવીઓ | આરતી સંગ્રહ | તહેવારો
મુખપૃષ્ઠ » ધર્મ » હિન્દુ » હિન્દુ ધર્મ વિશે » પુરૂષોત્તમ માસમાં મળશે પુણ્યફળ
Bookmark and Share Feedback Print
 

N.D
પુરૂષોત્તમ માસ 15 એપ્રિલથી પ્રારંભ થઈ ચૂક્યો છે. આ મહિનામાં એક બાજુ દાન, ઘર્મ વગેરે કરવાનો ઉલ્લેખ પુરાણોમાં કરવામાં આવ્યો છે તો બીજી બાજુ વિવિધ યાત્રાઓ પણ પુરૂષોત્તમ માહમાં થાય છે. તેમા સપ્તસાગર અને ચૌરાસી મહાદેવની સાથે જ નવ નારાયણની યાત્રા મુખ્ય છે.

ઘાર્મિક નગરી ઉજ્જૈનમાં લગભગ 29 યાત્રાઓ હોય છે. તેમાંથી કેટલીક વિલુપ્ત જેવી છે અને કેટલીક એવી છે જેના વિશે નાગરિકોને માહિતી ઓછી છે. જે લોકો આ યાત્રાઓનુ મહત્વ સમજે છે. તે એવી યાત્રાઓને કરવા માટે પુરૂષોત્તમ માહની રાહ જુએ છે.

અન્ય યાત્રાઓની જેમ જ નવ નારાયણની યાત્રા થાય છે. નવ નારાયણનો મતલબ નવ સ્થાળો પર વિરાજેલા ભગવાન વિષ્ણુ. તેમના મંદિર ઉજ્જેન શહેરના વિવિધ સ્થાનો પર છે. જેમા અનંતનારાયણ, સત્યનારાયણ, પુરૂષોત્તમ નારાયણ, આદિનારાયણ, શેષનારાયણ, પદ્મનારાયણ, લક્ષ્મીનારાયણ, બદ્રીનારાયણ અને ચતુર્ભુજનારાયણનો સમાવેશ છે. નવ નારાયણોનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં પણ મળે છે. આ ભગવાન વિષ્ણુના દશાવતારના સ્વરૂપના રૂપે પણ ઓળખાય છે. ઉલ્લેખનીય છે કે નવ નારાયણ માત્ર ઉજ્જેનમાં જ વિરાજમાન છે.

N.D
- પુરૂષોત્તમ ભગવાનની લીલ અપરંપાર છે. નવ નારાયણ યાત્રાની શરૂઆત પુરૂષોત્તમનારાયણથી જ થાય છે.

- અનંત ભગવાનના ચમત્કાર કોઈનાથી છુપાયા નથી. માત્ર દર્શન કરવાથી જ મનોકામના પુરી થઈ જાય છે.

- સત્યનારાયણ ભગવાનની જય બોલવાથી જ જ્યારે પ્રતિફળ મળી જાય છે, પછી દર્શન કે પૂજા કરવાથી તો તેમનો આશીર્વાદ કાયમ રહે છે.

- માખણ-સાકર અર્પણ કરનારા શ્રધ્ધાળુઓને સુખ-સમૃધ્ધિ મળે છે. મંદિરમાં નવ નારાયણ યાત્રાળુઓનુ આગમન થવા માંડશે.

- આદિનારાયણ ભગવાન વિષ્ણુનુ અદ્દભૂત સ્વરૂપ છે. તેમના દર્શન માત્રથી દુ:ખોથી છૂટકારો મળી જાય છે.

- નવ નારાયણ યાત્રામાં પદ્મનારાયણ મંદિરનુ વિશેષ મહત્વ છે. પુરૂષોત્તમ મહિનામાં અહી શ્રધ્ધાળુઓની ભીડ લાગેલી રહે છે.

- શેષનારાયણની મૂર્તિ ચમત્કારી છે અને અહી દર્શનોથી મનોકામના પૂર્ણ થઈ જાય છે.
સંબંધિત જાણકારી શોધો