મુખ પૃષ્ઠ > ધર્મ > હિન્દુ > તહેવારો
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
શીતળામાતાની વાર્તા
W.DW.D

વ્રતની વિધિ ( પવિત્ર શ્રાવણ માસની અંધારી સાતમે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. સ્ત્રીએ સૂર્યોદય પહેલા ઠંડાપાણીથી નાહી-ધોઇને પરવારી જવું જોઈએ. અને આખો દિવસ ઠંડુ જ ખાવાનું ખાવું જોઈએ. આ દિવસે ચુલો સળગાવાતો નથી કેમકે એવું કહેવાય છે કે ચુલો સળગાવનાર પર શીતળામાતા કોપાયન થાય છે. ત્યાર બાદ ઘીનો દિવો કરી શીતળામાતાની વાર્તા કહેવી અને સાંભળવી . આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્યને પ્રાપ્ત કરે છે.)

વાર્તા:- એક ગામમાં એક ડોશી તેના બે દિકરાના પરિવાર સાથે રહેતી હતી. તેમાં મોટા દિકરાની વહું ખુબ જ જબરી હતી. તે ઇર્ષાળુ અને કજિયાખોર હતી. જ્યારે નાની વહું ખુબ જ ભોળી હતી. તે બીજાના દુ:ખે દુ:ખી થનારી હતી.

એક વખત શ્રાવણ માસ આવ્યો ત્યારે રાંધણ છઠ્ઠના દિવસે નાની વહું રસોડે રાંધવા માટે બેઠી તે મોડી રાત સુધી રાંધતાં રાંધતાં થાકી ગઇ હતી એટલામાં જ તેનો નાનો દિકરો ઘોડિયામાં સુતો હતો તે રડવા લાગ્યો તે તેની પાસે થોડી વાર આડી પડી તો સુઇ ગઇ અને ચુલો ઠારવાનો ભુલી ગઇ.

ત્યારે શીતળામાતા રાતે બધાના ઘરે ફરવા નીકળ્યા અને તે ચુલામાં આળોટવા લાગ્યા તો તેમને ટાઢક થવાને બદલે આખુ શરીર દાઝી ગયું તો તેઓએ કોપાયમાન થઈને નાની વહુંને શ્રાપ આપ્યો કે જેવું મારુ શરીર બળ્યું તેવું તારૂ પેટ બળજો.

નાની વહુંએ જ્યારે સવારમાં ઊઠીને ઘોડીયામાં જોયું તો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો અને ચુલો સળગતો હતો તેથી તે સમજી ગઈ કે આ શીતળામાતાનો જ કોપ લાગ્યો છે. તે ખુબ જ રડવા લાગી અને તેની સાસુ પાસે ગઈ તેની સાસુએ તેને આશ્વાસન આપતાં કહ્યું કે તું શીતળામાતા પાસે જઈને તારા દિકરાનું જીવન માંગ મા તો દયાળુ છે તે જરૂર તારા પર કૃપા કરશે.

નાની વહું તેની સાસુની વાત સાંભળીને દિકરાને પોતાના ખોળામાં લઈને શીતળામાતાની શોધમાં નીકળી પડી. તેને રસ્તામાં સૌથી પહેલા બે તલાવડીઓ મળી. તે આખી પાણીથી છલોછલ ભરેલી હતી પરંતુ કોઇ તેનું પાણી પીતું નહોતુ કેમકે જે તેનું પાણી પીવે તે મોતને શરણે થતું હતું.

નાની વહુને આ રીતે પોતાનો દિકર લઈને જતી જોઈને તલાવડીઓએ પુછ્યું કે બહેન ક્યાં જાય છે? તો નાની વહુએ પોતાના પર લાગેલ શીતળામાતાના કોપની વાત કરી અને કહ્યું કે હું માની કૃપા મેળવવા માટે જાઉ છું. ત્યારે તલાવડીઓએ કહ્યું કે અમારું પણ એક કામ કરજે બહેન અમારા પાપનું નિવારણ પણ પુછતી આવજે કેમકે જે અમારું પાણી પીવે છે તે મૃત્યું પામે છે.

નાની વહું આગળ વધી તો તેને બે આખલા લડતાં જોવા મળ્યાં તે બંન્નેના ગળામાં ઘંટીના પડ બાંધેલા હતાં. નાની વહુંને જતી જોઈને તેઓએ પુછ્યું કે બહેન ક્યાં જાય છે? તેને પોતાની વાત જણાવી તો આખલાઓએ કયું કે અમારૂ લડવાણું કારણ પુછતી આવજે બહેન અને અમારા પાપનું નિવારણ પુછજે.

નાની વહું આગળ ચાલી તો તેને એક ઝાડ નીચે એક ડોશીને પોતાના બંન્ને હાથે વાળમાં ખંજવાળતી જોઈ તે ડોશીએ વહુંને પુછ્યું કે બહેન ક્યાં જાય છે આમ હાંફતી હાંફતી?

1 | 2 | 3  >>  
ઘણું બધુ
કાશી વિશ્વનાથનું જ્યોતિર્લીંગ
કેદારનાથ જ્યોતિર્લીંગ
જ્યોતિર્લીંગ ઓમકારેશ્વર
શ્રી શીવ સ્તવન
સોમવારની વ્રતકથા
જ્યોતિર્લીંગ - ભીમશંકર મહાદેવ