મુખ પૃષ્ઠ > ધર્મ > હિન્દુ > તહેવારો
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
શીતળામાતાની વાર્તા

વહુંએ શીતળામાતાના કોપની વાત કરી ત્યારે ડોશી બોલી કે જરા મારું આટલું માથુ જોતી જા. નાની વહું ખુબ જ દયાળુ હોવાથી તે ના કહી શકી નહી. તેને પોતાનો દિકરો તે ડોશીના ખોળામાં મુકીને તેમની જૂ વીણવા માટે બેઠી. થોડી વાર પછી જ્યારે ડોશીનું માથું ઠરી ગયું ત્યારે તેને આશીરવાદ આપ્યા કે જેવું મારૂ માથું ઠર્યું તેવું તારૂ પેટ ઠરજો.

એટલામાં તો ચમત્કાર થયો અને તેનો દિકરો જીવંત થયો. નાની વહું સમજી ગઈ કે આ જ શીતળા માતા જ છે. તે માતાના પગે પડી ગઈ અને પોતાની ભુલની માફી માંગી.

ત્યાર બાદ તેને તલાવડીઓના દુ:ખનું નિવારણ પુછ્યું તો માતાએ જણાવ્યું કે તે ગયાં જનમમાં બંન્ને શોક્ય હતી દિવસ ઉગ્યાથી આથમા સુધી લડતી રહેતી હતી કોઇને પણ છાશ કે પાણી આપતી નહોતી. તેથી આ જન્મમાં કોઇ તેમનું પાણી નથી પીતું તું જઈને પાણી પીજે તો તેમના દુ:ખનું નિવારણ થઈ જશે.

ત્યાર બાદ તેને બે આખલાના લડવાનું કારણ પુછ્યું તો માતાએ જણાવ્યું કે તે ગયાં જન્મમાં તેઓ દેરાણી-જેઠાણી હતી. તે બંન્ને રાગ દ્વેષથી ભરેલી હતી અને કોઇને પણ દળવા દેતી નહોતી તેથી આ જન્મમાં આખલા બનીને બંન્નેના ડોકે ઘંટીના પડ બાંધી લડ્યાં કરે છે. તું તે બંનેના ગળેથી ઘંટીના પડ છોડી નાંખજે તો તે બંન્ને લડતાં બંધ થઈ જશે.

નાની વહું શીતળામાતાના આશીર્વાદ લઈને ખુશ થઈને પાછી ફરી તેને રસ્તામાં આખલા મળ્યાં તે બંનેના દુ:ખનુ નિવારણ કર્યું. ત્યાર બાદ બંન્ને તલાવડીનું પાણી પીને તેઓનું દુ:ખ પણ દુર કર્યું. તે ઘરે આવી ત્યારે તેની સાસુ તેના દિકરાને જીવતો જોઇને ખુશીના રેડ થઈ ગયાં. પરંતુ તેની જેઠાણી તો અંદરો અંદર બળી ગઈ.

આ રીતે એક વર્ષ પુરૂ થઈ ગયું અને ફરી વખત શ્રાવણ માસ આવ્યો ત્યારે જેઠાણીને પણ દેરાણીની જેમ શીતળામાતાના દર્શનની ઇચ્છા થઈ તો તે પણ ચુલો સળગતો મુકીને સૂઈ ગઈ. રાતે જ્યારે શીતળામાતા આવ્યાં તો તેમનું શરીર ચુલામાં આળોટવાને કારણે બળી ગયું તો તેઓએ મોટી વહુંને શ્રાપ આપ્યો કે જેવું મારૂ શરીર બળ્યું તેવું તારૂ પેટ બળજો. માતાના શ્રાપના કારણે તેનો દિકરો બળીને ભડથું થઈ ગયો.

સવારે દિકરાને મરેલો જોઈ જેઠાણી વિલાપ કરવાને બદલે ખુશ થઈ અને પોતાના દિકરાને લઈને શીતળામાતાના દર્શન માટે ચાલી નીકળી.

તેને રસ્તામાં બે તલાવડીઓ મળી. તેઓએ તેને પુછ્યું કે બહેન ક્યાં જાય છે? તો તેને કહ્યું કે દેખાતું નથી મારો દિકરો મરી ગયો છે શીતળામાતા પાસે જાઉ છું. તલાવડીઓએ પુછ્યું કે અમારૂ કામ કરીશ તો તેને ના પાડી દીધી અને ચાલી નીકળી. થોડાક આગળ જતાં આખલા મળ્યાં તો તેઓને પણ તેમનું કામ કરવાની ના પાડી દીધી. તે આગળ ગઈ તો એક ઝાડ નીચે એક ડોશી પોતાનું માથું ખંજવાળતી મળી. ડોશીએ પોતાનું માથું જોવા માટે કહ્યું તો જેઠાણીએ કહ્યું કે હું તારા જેવી નવરી નથી કે તારૂ માથું જોઇ દઉ મારે શીતળામાતા પાસે જવાનું છે તને દેખાતું નથી મારો દિકરો મૃત્યું પામ્યો છે. તે ત્યાંથી ચાલી નીકળી આખો દિવસ ફરીને થાકી ગઈ પણ ક્યાંય શીતળામાતાના દર્શન થયાં નહી એટલે પોતાના દિકરાને લઈને છાતી કુટતી ઘરે આવી.

જેવી રીતે માતા તમે દેરાણીને ફળ્યાં હતાં તેવી રીતે સૌને ફળજો.


<< 1 | 2 | 3  >>  
ઘણું બધુ
કાશી વિશ્વનાથનું જ્યોતિર્લીંગ
કેદારનાથ જ્યોતિર્લીંગ
જ્યોતિર્લીંગ ઓમકારેશ્વર
શ્રી શીવ સ્તવન
સોમવારની વ્રતકથા
જ્યોતિર્લીંગ - ભીમશંકર મહાદેવ