મુખ પૃષ્ઠ > ધર્મ > હિન્દુ > તહેવારો
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
શ્રીકૃષ્ણ જન્માષ્ટમીમાં વ્રત-પૂજા કરો
કલ્યાણી દેશમુખ
W.DW.D

જ્યારે જ્યારે અસુરો પર અત્યાચાર વધ્યો અને ધર્મનું પતન થયુ ત્યારે ત્યારે ભગવાને આ પૃથ્વી પર અવતાર લીધો અને સત્ય તેમજ ધર્મની સ્થાપના કરી. આવી જ રીતે ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની આઠમની મધ્ય રાત્રિએ અત્યાચારી કંસનો નાશ કરવા માટે મથુરામાં ભગવાન કૃષ્ણએ અવતાર લીધો. ભગવાન પોતે આ દિવસે પૃથ્વી પર આવ્યા તેથી આ દિવસને કૃષ્ણ જન્માષ્ટમી કે જન્માષ્ટમીના રૂપમાં ઓળખવામાં આવે છે. આ દિવસે સ્ત્રી પુરૂષો રાત્રે બાર વાગ્યા સુધી વ્રત રાખે છે. આ દિવસે મંદિરોને સજાવવામાં આવે છે અને કૃષ્ણ ભગવાનને પારણામાં નાખી ઝુલાવવામાં આવે છે.

વ્રત-પૂજા કેવી રીતે કરશો -

-ઉપવાસના આગલી રાતે હલકો ખોરાક લેવો અને બ્રહ્મચર્યનું પાલન કરવું.
-ઉપવાસના દિવસે સવારે સ્નાન આદિ નિત્યકામોથી પરવારી લેવું

-ત્યારબાદ સૂર્ય, સોમ, યમ, કાલ, સંધિ, ભૂત, પવન, દિક્પતિ, ભૂમિ, આકાશ, ખેચર, અમર અને બ્રહ્મા વગેરેને નમસ્કાર કરે પૂર્વ કે ઉત્તર દિશામાં બેસો.

- તે પછી પાણી, ફળ, કુશ અને ગંધ લઈને સંકલ્પ કરો.

ममखिलपापप्रशमनपूर्वक सर्वाभीष्ट सिद्धये
श्रीकृष्ण जन्माष्टमी व्रतमहं करिष्ये

- હવે બપોરના સમયે કાળા તલના પાણીથી નાહીને દેવકીજી માટે 'સૂતિકાગૃહ' નક્કી કરો.
-મૂર્તિમાં બાળકને સ્તનપાન કરાવતી દેવકી હોય અને લક્ષ્મીજીએ તેમના ચરણ સ્પર્શ કર્યા હોય અથવા તેવા ભાવ હોય.

-તે પછી વિધિ વિધાનથી પૂજા કરો.

-પૂજામાં દેવકી, વાસુદેવ, બળદેવ, નંદ, યશોદા અને લક્ષ્મી આ બધાનો થોડો ક્રમવાર નિર્દેશ થવો જોઈએ.

-પછી નીચે જણાવેલા મંત્રથી પુષ્પાજલિ અર્પણ કરો.

'प्रणमे देव जननी त्वया जातस्तु वामनः।
वसुदेवात तथा कृष्णो नमस्तुभ्यं नमो नमः।
सुपुत्रार्घ्यं प्रदत्तं में गृहाणेमं नमोऽस्तु ते।'

- છેલ્લે પ્રસાદ વહેંચીને ભજન-કીર્તન કરી ઉજાગરો કરો.
ઘણું બધુ
શીતળામાતાની વાર્તા
નાગપંચમીમાં નાગની પૂજા કરો
કાશી વિશ્વનાથનું જ્યોતિર્લીંગ
કેદારનાથ જ્યોતિર્લીંગ
જ્યોતિર્લીંગ ઓમકારેશ્વર
શ્રી શીવ સ્તવન