કંસે દ્રારપાલેને કહ્યુ કે આ ઘરમાં મારા બહેનની તમે પૂરી રક્ષા કરો. હવે તો દેવકીનો આઠમો પુત્ર આવવાનો હતો તેથી તેને વધુ બીક લાગવા માંડી. તેણે ઘરની અંદરના દરવાજાઓ પર મોટા તાળા લગાવી દીધા અને દરવાજાની બહાર દૈત્યો અને રાક્ષસોને ચોકીદારી કરવા ઉભા કરી દીધા. કંસ દરેક રીતે પોતાના પ્રાણોની રક્ષા કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
એક સમયે સિંહ રાશિના સૂર્યમાં આકાશ મંડળમાં જળધારી વાદળોએ પોતાનું પ્રભુત્વ સ્થાપી દીધુ. ભાદરવા માસની કૃષ્ણપક્ષની આઠમે ઘનઘોર અડધી રાત હતી. તે સમયે ચંદ્ર પણ વૃષ રાશિમાં હતો. રોહિણી નક્ષત્ર બુધવારના દિવસે દેવકીના આઠમાં પુત્ર શ્રીકૃષ્ણનો જન્મ થયો. અને તેમના પ્રભાવથી જ તે જ સમયે જેલના દરવાજા તેની જાતે જ ખુલી ગયા. દરવાજા પર ઉભેલાં ચોકીદાર રાક્ષસો બધા મૂર્છિત થઈ ગયા.
દેવકીએ તે જ સમયે પોતાના પતિ વાસુદેવને કહ્યુ - હે સ્વામી, તમે ઉંધવાનું છોડી દો અને મારા આ આઠમા પુત્રને ગોકુળમાં લઈ જાઓ. ત્યાં આ પુત્રને નંદલાલની પત્ની યશોદાને આપી દેજો. તે સમયે યમુના નદી પૂરી રીતે પૂરગ્રસ્ત હતી. પણ જ્યારે વાસુદેવજી બાળક કૃષ્ણને સૂંપડામાં લઈને યમુનાજીને પાર કરવા ઉતર્યા તે જ ક્ષણે બાળકના ચરણોનો સ્પર્શ થતાં જ યમુનાજી ફરી પોતાના સ્થિર રૂપમાં આવી ગયા. જેવી તેવી રીતે વાસુદેવજી ગોકુળ પહોંચી ગયા અને નંદના ઘરમાં પ્રવેશ કરી તેમણે પોતાના પુત્રને તરતજ મૂકી દીધો અને તેમની પુત્રીને લઈને ત્યાંથી તરત જ કેદખાનામાં પહોંચી ગયા.
|