કૃષ્ણએ પાતાળમાં જઈને નાગપત્નીને કહ્યું - તમે અહીં શુ કરી રહ્યા છો.? ક્યાથી આવ્યા છો ? અને અહીં આવવાનુ કારણ શુ છે ? શુ તે ઘૃતક્રીડા રમી છે જેમાં તારું બધુ ધન હારી ગયો છે. જો એમ હોય તો આ મુકુટ અને મોતીયોનો હાર લઈ જા. કારણકે જો આ સમયે મારા પતિ જાગી જશે તો તને મારી નાખશે. કૃષ્ણએ કહ્યુ કે - હે કાંતે, હું કાલિયાનાગનું શીશ કંસ સાથેની રમતમાં હારી ગયો છુ અને તે જ લેવા આવ્યો છુ. બાળક કૃષ્ણની આ વાત સાંભળી નાગપત્ની ગુસ્સે થઈ ગઈ અને પોતાના પતિને ઉઠાડ્યો.
પોતાની પત્નીનો અવાજ સાંભળી કાલિયાનાગ જાગી ગયો અને બાળક કૃષ્ણ સાથે યુધ્ધ કરવા લાગ્યો. આ યુધ્ધમાં કૃષ્ણે કાલિયાનાગને પરાજીત કરી દીધો. હવે કાલિયાનાગ સારી રીતે ઓળખી ગયો કે હું જેની સાથે યુધ્ધ કરુ છુ તે વિષ્ણું અવતાર ભગવાન કૃષ્ણ જ છે. તેમને કૃષ્ણના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા. અને પારિજાતના પુષ્પોને મુકુટમાં મુકીને કૃષ્ણને ભેટ આપ્યા.
હવે કૃષ્ણ મથુરા નગરીએ ચાલી નીકળ્યા. બીજી બાજુ કંસ પણ વિસ્મિત થઈ ગયો હતો. મનને હરાવવાવાળુ મથુરા નગર યમુના નદીના દક્ષિણ ભાગમાં સ્થિત છે. ત્યાં કંસનો ભાઈ ચાળૂર રહેતો હતો, તે ખૂબ શકિતશાળી હતો. તે ચાણૂર અને શ્રીકૃષ્ણના મલ્લયુધ્ધની ઘોષણા કરવામાં આવી. આ બંનેનું યુધ્ધ આશ્ચર્ય જનક હતું, કારણકે ચાણૂરની આગળ કૃષ્ણ બાળક જેવા હતા. કંસ અને કેશી આ યુધ્ધને મથુરાની જનસભામાં શંખ અને મૃદંગના શબ્દો સાથે નિહાળી રહ્યા હતા. શ્રીકૃષ્ણએ પોતાના પગને ચાણૂરના ગળામાં ફસાવી તેમનો વધ ક્ર્યો. તેના વધ પછી તેમનું મલ્લયુધ્ધ કેશી સાથે થયું. છેવટે કેશી પણ યુધ્ધમાં માર્યો ગયો. આ મલ્લયુધ્ધ જોઈ રહેલા બધા લોકો શ્રીકૃષ્ણનો જય-જયકાર કરવા લાગ્યા.
ત્યારબાદ કંસે બધા સૈનિકોને બોલાવીને કહ્યુ કે તમે બધા અસ્ત્ર-શસ્ત્ર સાથે કૃષ્ણ સાથે યુધ્ધ કરો. આ યુધ્ધમાં શ્રીકૃષ્ણ અને બલરામે અનેક દૈત્યોનો વધ કર્યો. બલરામજીએ પોતાના શસ્ત્ર હળ વડે અને કૃષ્ણએ સુદર્શન ચક્ર વડે માગ મહિનાની શુક્લ પક્ષની સાતમે વિશાળ દૈત્યોના સમૂહનો નાશ કર્યો.
અંતમાં જ્યારે દુરાચારી કંસ જ બચી ગયો ત્યારે કૃષ્ણએ કહ્યુ - હે દૃષ્ટ, અધર્મી, દુરાચારી હવે આ મહાયુધ્ધ સ્થળ પર તારા જોડે યુધ્ધ કરી અને તારો વધ કરી આ સંસારને તારાથી મુક્ત કરીશ. આટલુ કહીને શ્રીકૃષ્ણએ કંસના વાળને પકડી લીધા અને તેને ગોળ ફેરવી જમીન પર પટકી દીધો, જેનાથી તે મૃત્યુ પામ્યો. કંસના મરવાથી દેવતાઓ એ શંખઘોષ કર્યો અને પુષ્પવૃષ્ટિ કરી. આ દિવસે બધા પ્રાણીયોએ હર્ષ પર્વ મનાવ્યો.
ભાદરવા મહિનાની કૃષ્ણજન્માષ્ટમીના દિવસે આ વ્રત કરવું જોઈએ. આ દિવસે બ્રહ્મચર્યનુ પાલન કરવું જોઈએ.એક આસન પર કળશ મુકી તેના પર કૃષ્ણ ભગવાનની મૂર્તિ સ્થાપિત કરી ચંદન, ફૂલ, કમળનું ફૂલ વગેરેથી કૃષ્ણ ભગવાનને ચઢાવવા જોઈએ.
|