શ્રીકૃષ્ણ વ્રતની પૂજા જન્માષ્ટમીના દિવસે કે પછી કોઈપણ દિવસે કરવા માંગતા હોય, નાહીને કોરાં કે ધોયેલા વસ્ત્રો પહેરો. માથા પર તિલક લગાવો. અને શુભ મૂહૂર્તમાં પૂજા શરુ કરો. આ માટે શુભ આસન પર પૂર્વ કે ઉત્તર દિશાની તરફ મોં કરીને શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા કરો. પોતાની જાણકારી માટે પૂજા શરુ કરતાં પહેલાં પ્રસ્તુત પધ્ધતિ એક વાર જરૂર વાંચો.
પવિત્રીકરણ - ડાબા હાથમાં પાણી લઈને જમણા હાથની અનામિકા વડે નીચેના મંત્ર બોલી પોતાના ઉપર અને બીજી પૂજન સામગ્રી પર પાણી છાંટો.
ॐ अपवित्रः पवित्रो वा सर्वावस्थां गतोऽपि वा । यः स्मरेत् पुण्डरीकाक्षं स बाह्याभ्यंतरः शुचिः ॥ पुनः पुण्डरीकाक्षं, पुनः पुण्डरीकाक्षं, पुनः पुण्डरीकाक्षं ।
આસન - નીચે આપેલ મંત્રનો ઉચ્ચાર કરી પોતાના આસન પર ઉપર જણાવ્યા મુજબ પાણી છાંટો.
ॐ पृथ्वी त्वया घता लोका देवि त्वं विष्णुना धृता । त्वं च धारय मां देवि पवित्रं कुरु च आसनम् ॥
આચમન - ત્યારપછી જમણાં હાથમાં પાણી લઈને ત્રણવાર આચમન કરો અને ત્રણ વાર કહો - १. ॐ केशवाय नमः स्वाहा, २. ॐ नारायणाय नमः स्वाहा, ३. माधवाय नमः स्वाहा । હવે આ બોલીને હાથ ધોઈ લો - ॐ गोविन्दाय नमः हस्तं प्रक्षालयामि ।
દીવો - દીવો પ્રગટાવો ને હાથ ધોઈને દીવાની ફૂલ અને કંકુ વડે પૂજા કરો.
भो दीप देवरुपस्त्वं कर्मसाक्षी ह्यविन्घकृत । यावत्कर्मसमाप्तिः स्यात तावत्वं सुस्थिर भव ॥ (પૂજા કરી પ્રણામ કરો)
|