|
શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા-અર્ચના
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
સ્વસ્તિ-વાચન - નીચેના મંગલ મંત્ર બોલો -
ॐ स्वस्ति न इंद्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः । स्वस्ति नस्तार्क्ष्यो अरिष्ट्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॥ द्यौः शांतिः अंतरिक्षगुं शांतिः पृथिवी शांतिरापः शांतिरोषधयः शांतिः। वनस्पतयः शांतिर्विश्वे देवाः शांतिर्ब्रह्म शांतिः सर्वगुं शांतिः शांतिरेव शांति सा मा शांतिरेधि। यतो यतः समिहसे ततो नो अभयं कुरु । शंन्नः कुरु प्राजाभ्यो अभयं नः पशुभ्यः। सुशांतिर्भवतु ॥ ॐ सिद्धि बुद्धि सहिताय श्री मन्ममहागणाधिपतये नमः ॥
(નોટ - પૂજા શરૂ કરતાં પહેલાંની બધી સામગ્રી વ્યવસ્થિત રૂપથી પૂજા-સ્થળ પર મૂકી દો. પંચામૃતમાં તુલસીના પાંદડા ભેળવો. પંજરીનો પ્રસાદ બનાવો. શ્રીકૃષ્ણની ફોટોને એક પાટલા પર કોરું લાલ વસ્ત્ર પાથરી તેના પર સ્થાપિત કરો. પાટલાની ચારે બાજુ કેળાના પાનને તેની ડંડી સાથે સજાવો. ગણેશ અને અંબિકાની મૂર્તિ ન હોય તો બે સોપારીયોને ધોઈને તેને અલગ અલગ નાડાછડી બાંધીને કંકુ લગાવી ગણેશજીના ભાવ સાથે પાટલા પર સ્થાપિત કરો તેવી જ રીતે બીજી સોપારી અંબિકાના ભાવ સાથે સ્થાપિત કરો.)
સંકલ્પ - તમારા જમણાં હાથમાં પાણી,ફૂલ, અક્ષત અને દ્રવ્ય લઈને શ્રીકૃષ્ણ ભગવાન આદિની પૂજાનો સંકલ્પ કરો.
फल प्राप्त्यर्थं आरोग्यैश्वर्य दीर्घायुः विपुल धन धान्य समृद्धर्थं पुत्र-पौत्रादि अभिवृद्धियर्थं व्यापारे उत्तरोत्तरलाभार्थं सुपुत्र पौत्रादि बान्धवस्य सहित श्रीकृष्ण,गणेश-अम्बिका आदि पूजनम् च करिष्ये/ करिष्यामि ।
પૂજનની સામગ્રી - -અગરબત્તી, કપૂર, કેસર, ચંદન, કુંકુ, ચોખા, અબીલ, ગુલાલ, હળદર, આભૂષણ, નાડા, કપાસ, સિંદૂર, સોપારી, ખાવાના પાન, ફૂલોની માળા, કમળ ગટ્ટા,તુલસીમાળા, આખા ધાણા, સાત અનાજ, કુશા અને દૂર્વો, પાંચ મેવા, ગંગાજળ, મધ, ખાંડ, ચોખ્ખુ ઘી, દહીં, દૂધ, ઋતુફળ, મીઠાઈ(પેંડા, માલપુડા), ઈલાયચી(લવિંગ), લવિંગ, અત્તરની શીશી, સિંહાસન(પાટલો, આસન), પાંચ ઝાડના પાન (વડ,ગૂલેર,પીપળો,આસોપાલવ.), પંચામૃત, તુલસી દળ, કેળાના પાન, શ્રીકૃષ્ણના ફોટાનું પાન અથવા મૂર્તિ, ગણેશની મૂર્તિ, ભગવાનને અર્પિત કરવાના વસ્ત્ર, પાણીનું કળશ, સફેદ કાપડ (અડધો મીટર), લાલ કપડું, દીવો, દીવા માટે તેલ, એક નવી થેલીમાં હળદરની ગાંઠ, નારિયેળ, ચોખા કે ઘઉં, અર્ઘ્યપાત્ર સહિત અન્ય પાત્ર.
|
|
|
|
|