મુખ પૃષ્ઠ > ધર્મ > હિન્દુ > તહેવારો
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પુત્ર પ્રાપ્તિ માટે શ્રીકૃષ્ણ યજ્ઞ કરો
પારૂલ ચૌધરી
W.DW.D

વાસુદેવ યજ્ઞ એટલે કે કૃષ્ણ યજ્ઞ કે જે ખાસ કરીને પુત્ર પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. મનુએ પુત્રની પ્રાપ્તિ માટે આ યજ્ઞ કર્યો હતો જેનાથી તેઓને દસ પુત્રો થયા હતાં. આવો ઉલ્લેખ ભાગવતમાં કરવામાં આવ્યો છે. આ યજ્ઞની વિધિ ખુબ જ પ્રાચીન છે. પુત્ર પ્રાપ્તિ માટે વાસુદેવ યજ્ઞ નીચે પ્રમાણે કરવો જોઇએ.

* શાસ્ત્રોના મતાનુસાર કૃષ્ણ યજ્ઞને સહવિધિ સાંગોપાંગ વિધિથી સમ્પન કરવા માટે આચાર્યનું પહેલું કર્તવ્ય છે કે તે યજ્ઞકર્તા પાસે પહેલા ઉપવાસ અને પ્રાયશ્ચિત કર્મ કરાવડાવે.
* ત્યાર બાદ જ યજ્ઞકર્તા પંચાંગ અને આચાર્ય વગેરેની વિધિ સહિત પુજા શરૂ કરે.
* ત્યાર બાદ યજ્ઞકર્તા પોતાની ધર્મ પત્ની સહિત ભાઇ-બંધુ, ઇષ્ટ-મિત્રો સાથે સૂર્યાર્ધ્ય આપીને શંખ ધ્વનિની સાથે યજ્ઞમંડપના પશ્ચિમ દ્વારથી જ પ્રવેશ કરો.
* ત્યારબાદ આચાર્ય દિગરક્ષણ, મંડપપ્રોક્ષણ, વાસ્તુપુજન. ન્યાસપુજન, પ્રધાનપુજન, યોગિનીપુજન, ક્ષેત્રપાલપુજન, અરનીમંન, પંચભૂસંસ્કાર સાથે અગ્નિસ્થાપન, કુશકળ્ડિકા, ગ્રહપુજન, આધાર-આજ્યભાગત્યાગ,ગ્રહ હવન, ન્યાસ તથા પ્રધાન દેવતાનું પુરૂષસુક્તના મંત્રોથી પુજન હવન કરાવો.
* મંડપ પુજન તથા પ્રધાન દેવતાની આહુતિ પૂર્ણાહુતિ સુધી દરેક દિવસે કરો.
* પ્રધાનાહુતિ પૂર્ણ થયા બાદ ગાયના દૂધથી બનાવેલ ખીર દ્વારા પુરૂષ સુક્તથી અને કૃષ્ણસહ નામાવલીથી આચાર્ય હવન કર્મ સંપન્ન કરો. આની ઉપરાંત આવાહિત દેવતાઓનું વૈદિક મંત્રો દ્વારા કે પછી તેમના નામના મંત્રોથી હવન કરાવો. ઉપરાંત અગ્નિપુજન સ્વિષ્ટકૃત, નવાહુતિ, દશદિકપાલદિબલિ, પુર્ણાહુતિ તેમજ વસોર્ધારાકર્મ પૂર્ણ કરાવો.

કૃષ્ણયજ્ઞ- ભગવાન વિષ્ણુના અવતર સોળ કળાઓથી પૂર્ણ ભગવાન કૃષ્ણનો આ યજ્ઞ પાંચ, સાત, આઠ કે નવ દિવસમાં સમાપ્ત થાય છે. કૃષ્ણ યજ્ઞમાં પુરૂષ સુક્તના સોળ મંત્રોથી અને કૃષ્ણ નામાવલી દ્વારા હવન થાય છે. આ યજ્ઞને પુરો કરવા માટે સોળ કે એકવીસ વિદ્વાનો સહિત આચાર્યનો પણ સમાવેશ થાય છે.

કૃષ્ણ યજ્ઞનું મુહૂર્ત- ચૈત્રમાં, ફાગણમાં, જેઠમાં કે પછી વૈશાખમાં અથવા માગશરમાં કૃષ્ણયજ્ઞ કરાવવામાં આવે છે. આ મહિનામાં કરાયેલ યજ્ઞ શુભકારક હોય છે.
1 | 2  >>  
ઘણું બધુ
શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા-અર્ચના
શ્રીકૃષ્ણ ભગવાનની કથાઓ
શ્રીકૃષ્ણ જન્માષ્ટમીમાં વ્રત-પૂજા કરો
શીતળામાતાની વાર્તા
નાગપંચમીમાં નાગની પૂજા કરો
કાશી વિશ્વનાથનું જ્યોતિર્લીંગ