મુખ પૃષ્ઠ > ધર્મ > હિન્દુ > તહેવારો
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
શ્રીકૃષ્ણ ભગવાનના ભક્તોના ગુણો
પારૂલ ચૌધરી
W.DW.D

* બીજા બધા જ કાર્યો છોડીને જે હંમેશા ફક્ત ભગવાનનું જ સ્મરણ કરે છે અને હંમેશા ભગવાનની જ સેવા પુજામાં પોતાનું તન, મન અને ધન હંમેશા પ્રવૃત્ત રાખે છે તે ભક્ત નમનને યોગ્ય છે.

* જે ભગવાનમાં બધા જ લોકો અને બધા જ લોકોમાં ભગવાનના દર્શન કરે છે, જે હંમેશા એકસરખી બુધ્ધિ રાખે છે અને બધા જ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ રાખે છે તે ભક્ત નમનને યોગ્ય છે.

* જેને પોતાનો અને પારકાનો ભેદ નથી, જેને ઇચ્છા, દ્વેષ અને અભિમાન નથી તેમજ જે હંમેશા પવિત્ર અને ભગવાનમાં એક ચિત્ત છે તે ભક્ત નમસ્કાર યોગ્ય છે.

* જેનું મન સંપત્તિ અને વિપત્તિમાં પણ ભગવાનને છોડીને ક્યાંય નથી ભાગતું, જે હંમેશા સત્યવાદી અને સદાચાર પરાયણ છે, તે ભકત નમનને યોગ્ય છે.

* જે પ્રપંચથી મુક્ત છે, વિચારયુક્ત છે, એકાંતસેવી છે તેમજ ભગવત્પરાયણ છે તે નમનને યોગ્ય છે.

* જે ભગવાનના બધી જ જગ્યાએ દર્શન કરે છે અને જેને સંસારથી અભય પ્રાપ્ત છે જે અન્ય પ્રાણીઓને અભય પ્રદાન કરે છે, જે સંસારથી ઉદાસ છે તેમજ આશ્રમ ધર્મમાં કુશળ છે તે ભક્ત નમસ્કારને યોગ્ય છે.

* જેને પ્રેમનો જ આધાર છે, રાગ દ્વેષથી દુર છે અને સંતુષ્ટિત ચિત્ત છે તે નમનને યોગ્ય છે.

* જેને ભગવાનને જ કે જે એકમાત્ર સત્ય વસ્તુ છે તે સમજીને આત્મસમર્પણ કર્યું છે તે નમનને યોગ્ય છે.

* આવા ભક્ત રાજના દર્શન, પ્રણામ અને સેવા કરવાવાળાનું જીવન ધન્ય છે. આવા ભક્તની કૃપાથી પ્રેમની વૃધ્ધી અને કામનાથી મુક્ત થવાય છે. ભકતની દયા જ ભગવાનનું વિલાસ સ્થાન છે.
ઘણું બધુ
પુત્ર પ્રાપ્તિ માટે શ્રીકૃષ્ણ યજ્ઞ કરો
શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા-અર્ચના
જન્માષ્ટમી નિમિતે શ્રીકૃષ્ણ ભગવાનની કથાઓ
શ્રીકૃષ્ણ જન્માષ્ટમીમાં વ્રત-પૂજા કરો
શીતળામાતાની વાર્તા
નાગપંચમીમાં નાગની પૂજા કરો