પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે -
જ્યારે વાદળોના ગડગડાટ અને વિજળી કડાકા અને મૂશળાધાર વરસાદ પડી રહ્યો હતો તે સમયે કૃષ્ણપક્ષની આઠમના દિવસે શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો.
જ્યારે જીવનમાં અંધકાર ફેલાય જાય છે નિરાશાનું વાતવરણ છવાઇ જાય છે મુશ્કેલીઓ આવી પડે છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ જન્મ લે છે.
જ્યારે ઘોર અંધકારમાં પ્રકાશ કિરનો ફૂટે છે જાજ્વલ્યમાન સૂર્ય આકાશમાં ફેલાય છે ત્યારે કોનું હદય આનંદથી પ્રફુલ્લિત થતું નથી ? સત્તા અને સંપત્તિના શોષણથી છોડાવનાર મુક્તિદાતા મળે, ગરીબોને સહાનૂભુતિ પુરી પાડનાર મળે, પડેલાને ઉભો કરનાર મળે,ગીતાના ઉદ્ગગાતા,લોકોના તારણહાર અને ઉધ્ધારક કૃષ્ણનો જન્મ થયો ત્યારે બધા દુ:ખ,સંતાપને ભૂલીને આનંદ-ઉલ્લાસમાં લોકોથી નાચવા લાગ્યા અને તે દિવસે જન્માષ્ટીના નામે પ્રસિધ્ધ છે.
યશસ્વી મુત્સદી,વિજયી યોધ્ધા,ધર્મસામ્રાજ્યના ઉત્પાદક,માનવ વિકાસની પરંપરાને નૈતિકમૂલ્યો સમજાવનાર ઉદગાતા,ધર્મના મહાન પ્રવચનકાર જ્ઞાનીઓને તથા જિજ્ઞાસુઓને જિજ્ઞાસા પુરી પાડનાર જગતગુરૂ શ્રીકૃષ્ણને અનંત પ્રણામ ! દરેક દ્રષ્ટિકોણથી કૃષ્ણ પૂર્ણ અવતાર છે. એકપણ સ્થાન એવું નથી જ્યાં કમી મહેસુસ થાય. આધ્યાત્મિક અને નૈતિક કે બીજી કોઇપણ દ્રષ્ટિથી જોવામાં આવે તો માલૂમ પડશે કે કૃષ્ણ જેવા સમાજ ઉધ્ધારક કોઇ પેદા થયો નથી. શ્રે કૃષ્ણની તુલનામાં બીજો કોઇ રાજનિતીજ્ઞ આ જગતમાં જોવા મળતો નથી. શ્રે કૃષ્ણ અપવાદ છે માટે તે ધર્મ અને તત્વજ્ઞાનના આધારે રાજસત્તા નિયંત્રણ કરે શકયાં.
|