મુખ પૃષ્ઠ > ધર્મ > હિન્દુ > તહેવારો
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ
W.DW.D

કૃષ્ણએ ગોપીઓને એકઠી કરી તેમનો પ્રેમ મેળવ્યો. કૃષ્ણના કહેવા પર ગોકુળના લોકોએ પોતાની જૂની ઇન્દ્રપૂજાની પરંપરા તોડી દિધી અને ગોવર્ધન પૂજાનો સ્વિકાર કર્યો. શ્રીકૃષ્ણએ સામાન્ય માણસને સમજાવ્યું હતું ભલે પૈસા ન હોય પરંતુ તેજસ્વિતા અને નિષ્ઠાથી એકઠાં થઇ શ્વાસ પણ લેશો તો જગત બદલાઇ જશે.

ભગવાન શ્રીકૃષ્ણે પોતાનુ જીવન એટલું સુંદર બનાવ્યું હતું કે જો કોઇ તેમની તરફ જુએ તો તેને પોતાના જ લાગે છે. વૃધ્ધોને પોતાના પુત્ર જેવા લાગે છે તો યુવકોને પોતાના મિત્ર જેવા લાગે છે, રાજાઓને રાજા જેવા લાગે છે તો ભક્તો ને સ્વંય ભગવાન જેવા લાગે છે બધા તેમને પ્રેમ કરવા તરસે છે. શ્રીકૃષ્ણે બધાના હદય જીત્યાં હતાં.

કાલી નાગ એક જાતિનો રાજા હતો. પોતાના ખરાબ વિચારોને અને વિકારી વિચારોના પ્રહારથી તે યમુનાની આસપાસના પ્રદેશમાં કષ્ટ આપી રહ્યાં હતાં. આ કાળી નાગનો શ્રીકૃષ્ણે નાશ કર્યો હતો. ઇંદ્રની પૂજા એટલે વૈભવની પૂજા. લોકો પૈસાવાળાઓની પૂજા કરતા હતા, તેને બંધ કરાવીને ભગવાને 'ગો' એટલે કે ઉપનિષદો (सर्वोपनिषदोगावो) સંવર્ધન કરનારાનું પૂજન શરૂ કર્યું. તેનાથી ધનિકો ક્રોધિત થયાં, પરંતુ ગોવર્ધન સમૂહ સામે તેમની એક ન ચાલી.
<< 1 | 2 | 3  >>  
ઘણું બધુ
શ્રીકૃષ્ણ ભગવાનના ભક્તોના ગુણો
પુત્ર પ્રાપ્તિ માટે શ્રીકૃષ્ણ યજ્ઞ કરો
શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા-અર્ચના
શ્રીકૃષ્ણ ભગવાનની કથાઓ
શ્રીકૃષ્ણ જન્માષ્ટમીમાં વ્રત-પૂજા કરો
શીતળામાતાની વાર્તા